unfoldingWord 48 - ઈસુ તે જ આવનાર મસિહા
เค้าโครง: Genesis 1-3, 6, 14, 22; Exodus 12, 20; 2 Samuel 7; Hebrews 3:1-6, 4:14-5:10, 7:1-8:13, 9:11-10:18; Revelation 21
รหัสบทความ: 1248
ภาษา: Gujarati
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
જ્યારે ઈશ્વરે જગતની સૃષ્ટિ કરી, ત્યારે બધું સંપૂર્ણ હતું. કંઈ પાપ ન હતું. આદમ અને હવા એકબીજાને પ્રેમ કરતા હતા, અને તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા.કોઈ બિમારી કે મૃત્યુ ન હતું. જેવું ઈશ્વર ચાહતા હતા તેવું જ જગત હતું.
હવાને છેતરવા માટે શેતાને સાપ દ્વારા વાડીમાં તેની સાથે વાત કરી. પછી આદમ અને હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું. તેઓએ પાપ કર્યું તેથી, પૃથ્વી પર દરેક વ્યક્તિ બિમાર પડે છે અને મૃત્યુ પામે છે.
આદમ અને હવાએ પાપ કર્યાથી એક વધારે ભયાનક વાત બની. તેઓ ઈશ્વરના શત્રુ બની ગયા. આનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી દરેક માણસ પાપી સ્વભાવ સાથે જન્મે છે અને એ પણ ઈશ્વરનો શત્રુ છે.ઈશ્વર અને માણસની વચ્ચેનો સંબંધ પાપના કારણે તૂટી ગયો.પરંતુ ઈશ્વરની પાસે તે સંબંધને પુનઃસ્થાપિત કરવાની યોજના હતી.
દેવે વચન આપ્યું કે હવાના વશંમાંથી એક શેતાનના માથાને કચડી નાખશે, અને શેતાન તેની એડીને ઘા કરશે.તેનો અર્થ એ થયો કે શેતાન મસિહ ને મારી નાખશે, પરંતુ ઈશ્વર તેમને ફરીથી જીવીત કરશે અને પછી મસિહ શેતાનના સામર્થ્યને હંમેશા માટે કચડી નાખશે.કેટલાક વર્ષો પછી ઈશ્વરે પ્રગટ કર્યું કે ઈસુ જ ખ્રિસ્ત છે.
જ્યારે ઈશ્વરે જળપ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કર્યા, તેણે વહાણ બનાવવાનું કહ્યું જેથી ઈશ્વર પર વિશ્વાસ કરનારા આંખી લોકોને બચાવી શકાય. એવી રીતે દરેક પોતાના પાપો ને લીધે નાશને યોગ્ય છે, પરંતુ ઈશ્વરે ઈસુને આપ્યાં કે જે કોઇ તેમના પર વિશ્વાસ કરે તેને બચાવી શકશે.
વષોથી યાજકોએ લોકો માટે ઈશ્વરને બલિદાન ચઢાવ્યુ જેથી તેઓને ખબર પડે કે તેમના પાપોને કારણે દંડ યોગ્ય છે.પણ તે બલિદાનો તેમના પાપોને દૂર કરી શક્યા નહી. ઈસુ મહાન પ્રમુખ યાજક છે. બીજા યાજકોની જેમ નહી, તેમણે એકમાત્ર બલિદાન તરીકે પોતાનું અર્પણ કર્યું કે જે જગતના લોકોને પાપને દૂર કરે.ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક છે કેમકે તેમણે બધાના પાપોનો દંડ પોતાના ઉપર ઉઠાવી લીધો.
ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “પૃથ્વીની બધી જાતિઓ તારા દ્વારા આશીર્વાદ પામશે.”ઈસુ ઇબ્રાહિમના વંશના હતા.
બધી જાતિઓ તેમના દ્વારા આશીર્વાદિત છે, કેમકે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેને પાપોથી ઉદ્ધાર મળે છે, અને ઇબ્રાહિમનું આત્મિક સંતાન બની જાય છે.જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને પોતાના દીકરા, ઇસ્હાકને બલિદાન આપવા માટે કહ્યું તો ઈશ્વરે ઇસ્હાકના બદલે બલિદાન થવા માટે એક ઘેટાને પુરું પાડયું.આપણે બધા આપણા પાપોને કારણે મૃત્યુને યોગ્ય છીએ. પરંતુ ઈશ્વરે તેમના ઘેટાં, ઈસુને આપણા બદલે મરવા માટે મોકલ્યા.
જ્યારે ઈશ્વરે મિસર દેશમાં છેલ્લી મહામારી મોકલી, ત્યારે તેણે દરેક ઇસ્રાએલ પરિવારને કહ્યું કે તે એક સંપૂર્ણ ઘેટાંનું બલિદાન આપે અને તેનું લોહી પોતાના દરવાજાના ચોખટ ઉપર ચારે બાજુ ફેલાવી દે. જ્યારે ઈશ્વરે લોહી જોયું ત્યારે તેઓ તે ઘર મૂકીને આગળ ગયા અને તેમાંના પ્રથમજનીત પુત્રનો નાશ ન કર્યો. આ ઘટના પાસ્ખાપર્વ કહેવાય છે.
ઇસુ આપણા પાસ્ખાનું ઘેટું છે.તેઓ સંપૂર્ણ અને નિષ્પાપી હતા અને તેમને પસ્ખાના ઉત્સવના સમયે મારી નંખાયા હતા. જ્યારે કોઈ માણસ ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે ઈસુ તેના પાપોનું મુલ્ય ચૂકવે છે અને ઈશ્વરની શિક્ષા તેના પરથી હટી જાય છે.
ઈશ્વરે ઇસ્રાએલને વચન આપ્યું હતું કે તેઓ તેમના પસંદ કરેલા લોકો હતા.પરંતુ હવે ઈશ્વરે એક નવો કરાર કર્યો છે જે બધા લોકો માટે છે. આ નવા કરાર દ્વારા કોઈ પણ જાતિનો કોઈ પણ માણસ ઈસુમાં વિશ્વાસ દ્વારા ઈશ્વરના લોકોનો હિસ્સો બની શકે છે.
મૂસા એક મહાન પ્રબોધક હતો, જેણે ઈશ્વરના વચનને પ્રગટ કર્યું. પરંતુ ઈસુ બધા પ્રબોધકોમાં મહાન પ્રબોધક હતા. તે ઈશ્વર છે, જે કંઈ પણ તેમણે કહ્યું અને કર્યું, એ ઈશ્વરના કાર્યો અને શબ્દો હતા. એ માટે ઈસુને ઈશ્વરનો શબ્દ કહ્યા છે.
ઈશ્વરે દાઉદ રાજાને વચન આપ્યું હતું કે તેના વંશમાંથી એક ઈશ્વરના લોકો પર સદા રાજ કરશે. કેમકે ઈસુ ઈશ્વરનો પુત્ર મસિહ છે. એ ખ્રિસ્ત છે. તે દાઉદનો વિશેષ વંશજ છે, જે સદાકાળ રાજ કરી શકે છે.
દાઉદ ઇઝ્રાયલનો રાજા હતો, પરંતુ ઈસુ સમગ્ર બ્રહ્માંડના રાજા છે. તેઓ ફરીથી આવશે, અને પોતાના રાજ્ય પર ન્યાય અને શાંતિ સાથે હંમેશા રાજ કરશે.