unfoldingWord 01 - સર્જન
إستعراض: Genesis 1-2
رقم النص: 1201
لغة: Gujarati
الفكرة: Bible timeline (Creation)
الجماهير: General
فصيل: Bible Stories & Teac
الغرض: Evangelism; Teaching
نص من الإنجيل: Paraphrase
حالة: Approved
هذا النص هو دليل أساسى للترجمة والتسجيلات فى لغات مختلفة. و هو يجب ان يعدل ليتوائم مع اللغات و الثقافات المختلفة لكى ما تتناسب مع المنطقة التى يستعمل بها. قد تحتاج بعض المصطلحات والأفكار المستخدمة إلى شرح كامل أو قد يتم حذفها فى ثقافات مختلفة.
النص
આ રીતે સઘળાંની શરુઆત થઈઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિ અને તેમાંનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું.ઈશ્વરે જ્યારે પૃથ્વી ઉત્પન્ન કરી ત્યારે તે અંધકારથી ભરેલી અને ખાલી હતી.. અંહી બીજું કંઈ જ નહોતું.પણ ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો હતો.
ત્યારે ઈશ્વરે કહ્યું, “અજવાળું થાઓ. “અને અજવાળું થયું.અને ઈશ્વરે તે અજવાળું જોયું કે તે સારુ છે અને તેને “દિવસ“ કહ્યો.તેણે તેને અંધકારથી છૂટું પાડ્યું અને તેને “ રાત “ કહી.ઈશ્વરે સર્જનના પ્રથમ દિવસે અજવાળું બનાવ્યું.
સર્જનના બીજા દિવસે ઈશ્વર બોલ્યા અને પૃથ્વી ઉપર અંતરિક્ષ બનાવ્યું.તેમણે આકાશને ઉપરના પાણીથી અને નીચેના પાણીનેથી અલગ કર્યું.
ત્રીજે દિવસે, ઈશ્વર બોલ્યા અને પાણીને કોરી જમીનથી અલગ કર્યું.તેણે તે કોરી ભૂમિને “ પૃથ્વી“ કહી અને પાણીને “ સમુદ્રો“ કહ્યાં.ઈશ્વરે જોયું કે તેમણે જે સરજ્યું છે તે સારુ છે.
ત્યારબાદ ઈશ્વરે કહ્યું, “ પૃથ્વી ઘાસ, બીજદાયક શાક તથા ફળ ઉગાવે.“અને તેવું જ થયું.ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું તે સારુ છે.
અને સર્જનના ચોથા દિવસે, ઈશ્વર બોલ્યા અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ બનાવ્યા.જેથી તે પૃથ્વી પર અજવાળુ આપે અને રાત અને દિવસને અલગ પાડે.ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું તે સારુ છે.
પાંચમા દિવસે, ઈશ્વર બોલ્યા અને દરેક પ્રાણી જે પાણીમાં તરે છે તે બનાવ્યા.ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું છે તે સારુ છે અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
સર્જનના છઠ્ઠા દિવસે ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પરના દરેક પ્રકારના પ્રાણીઓ ઉપજાવો.“અને ઈશ્વરે જેવું કહ્યું હતું તે પ્રમાણે થયું.કેટલાક ગ્રામ્ય પશુઓ, કેટલાક પેટે ચાલનારા અને કેટલાક વનપશુઓ હતા.અને ઈશ્વરે જોયું કે તે સારુ છે.
અને ઈશ્વરે કહ્યું, “ આવો આપણે પોતાના સ્વરુપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.તેઓ પૃથ્વી પર અને સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવે. “
ઈશ્વરે થોડીક માટી લીઘી, અને તેને માણસના રુપમાં ઢાળી, અને તેમાં તેમણે જીવનનો શ્વાસ ફૂંક્યો.આ માણસનું નામ આદમ હતું.ઈશ્વરે એદનવાડી બનાવી, જ્યાં આદમ રહી શકે, અને તેને તે બધાની સંભાળ લેવા માટે મૂક્યો.
વાડીની મધ્યે ઈશ્વરે બે ખાસ વૃક્ષો વાવ્યા – જીવનનું વૃક્ષ અને ભલુભૂંડુ જાણવાનું વૃક્ષઈશ્વરે આદમને કહ્યું કે તે વાડીમાંના દરેક વૃક્ષનું ફળ ખાઈ શકે છે માત્ર ભલુભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ ખાવું નહિ.જો તે આ વૃક્ષનું ફળ ખાશે તો તે મરશે.
ત્યારે ઈશ્વરે કહ્યું. “ માણસ એકલો રહે તે સારું નથી.“પરંતુ પ્રાણીઓમાંનું કોઈ પણ આદમનું સહાયકારી બની શક્યું નહિ.
માટે ઈશ્વરે આદમને ભરઊંઘમાં નાખ્યો.અને ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક લીધી, અને તેની એક સ્ત્રી બનાવી. અને તેને એ આદમ પાસે લાવ્યાં.
અને જ્યારે આદમે તેને જોઈ, તેણે કહ્યું, “ આખરે “આ એક મારા સમાન છે. તેણે તેને નારી કહી, કારણ કે તે નરમાંથી લેવામાં આવી હતી.આ માટે માણસ પોતાના માબાપને છોડી દેશે અને તેની પત્ની સાથે બંને એક થશે.
ઈશ્વરે માણસ અને સ્ત્રીને પોતાના સ્વરુપ પ્રમાણે બનાવ્યા.તેણે તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “ તમને ઘણા પુત્રો, અને પૌત્રો થાઓ અને આખી પૃથ્વીને ભરી દો”અને ઈશ્વરે જોયું કે તેમણે જે કંઈ બનાવ્યું હતું તે ખૂબ જ સારુ હતું અને તે ખૂબ જ આનંદિત થયા.આ બધું સર્જનના છ દિવસોમાં બન્યું.
જ્યારે સાતમો દિવસ આવ્યો ત્યારે ઈશ્વરે તેમનું કામ સંપૂર્ણ કર્યું.આ દિવસે ઈશ્વરે તેમના બધા કામોમાંથી આરામ લીધો.તેમણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો કારણ કે આ દિવસે તેમણે તેમના બધા કામોમાંથી આરામ લીધો.આ રીતે ઈશ્વરે સૃષ્ટિ અને તેમાનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું.