unfoldingWord 21 - ઈશ્વરે મસિહનું વચન આપ્યું
លេខស្គ្រីប: 1221
ភាសា: Gujarati
ទស្សនិកជន: General
ប្រភេទ: Bible Stories & Teac
គោលបំណង: Evangelism; Teaching
សម្រង់ព្រះគម្ពីរ: Paraphrase
ស្ថានភាព: Approved
ស្គ្រីបគឺជាគោលការណ៍ណែនាំជាមូលដ្ឋានសម្រាប់ការបកប្រែ និងការកត់ត្រាជាភាសាផ្សេង។ ពួកគេគួរតែត្រូវបានកែសម្រួលតាមការចាំបាច់ដើម្បីធ្វើឱ្យពួកគេអាចយល់បាន និងពាក់ព័ន្ធសម្រាប់វប្បធម៌ និងភាសាផ្សេងៗគ្នា។ ពាក្យ និងគោលគំនិតមួយចំនួនដែលប្រើអាចត្រូវការការពន្យល់បន្ថែម ឬសូម្បីតែត្រូវបានជំនួស ឬលុបចោលទាំងស្រុង។
អត្ថបទស្គ្រីប
શરૂઆતથી, ઈશ્વરે મસિહને મોકલવાનું આયોજન કર્યુંમસિહનું પ્રથમ વચન આદમ અને હવા પાસે આવ્યું હતું.ઈશ્વરે વચન આપ્યું કે હવા દ્વારા એક વંશ ઉત્પન્ન થશે અને તે સર્પનું માથું છુંદશે.જે સાપે હવાને છેતરી હતી તે શેતાન હતો.વચન નો અર્થ એ હતો કે મસિહ સંપૂર્ણ રીતે શેતાનને હરાવશે.
ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું કે તેના વડે પૃથ્વીના તમામ જાતિના લોકોને આશીર્વાદ મળશે.ભવિષ્યમાં જયારે મસિહ આવશે ત્યારે આ વચન પૂરું થશે.તેમની મારફતે દરેક માનવજાતિનો ઉદ્ધાર શક્ય થઈ શકે છે.
ઈશ્વરે મુસાને વચન આપ્યું કે ભવિષ્યમાં તેઓ મૂસાની જેમ અન્ય પ્રબોધકને ઉભો કરશે.મસિહ થોડા સમય પછી આવવાના હતા, તેના વિશે આ બીજુ વચન હતું.
ઈશ્વરે દાઉદને વચન આપ્યું કે તેના પોતાના જ એક વંશ ઈશ્વરના લોકો પર સદાકાળ રાજ કરશે.તેનો અર્થ એ હતો કે મસિહ દાઉદના પોતાના વંશમાના હશે.
પ્રબોધક યર્મિયા મારફતે ઈશ્વરે વચન આપ્યું હતું કે સિનાઈ પર્વત પર ઈઝ્રાયલ સાથે કરાર કર્યો તેવો નહિ, પરંતુ એક નવો કરાર કરશે.નવા કરારમાં, ઈશ્વર લોકોના હૃદય ઉપર તેમના નિયમો લખશે, લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે જાણશે ,તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર તેમના પાપો માફ કરશે.મસિહ નવા કરારની શરૂઆત કરશે.
ઈશ્વરના પ્રબોધકોએ જણાવ્યું હતું કે તે મસિહ એક પ્રબોધક, એક યાજક, અને એક રાજા હશે.પ્રબોધક એ વ્યક્તિ છે જે ઈશ્વરના શબ્દો સાંભળે છે અને પછી લોકોને જણાવે છે.જે મસિહને ઈશ્વરે મોકલવાનું વચન આપ્યું હતું તે એક સંપૂર્ણ પ્રબોધક હશે.
ઈઝ્રાયલી યાજકો લોકો માટે તેમના પાપોની સજાને બદલે ઈશ્વરને બલિદાન ચઢાવતા હતા.યાજકોએ પણ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કરી.મસિહ એક સંપૂર્ણ પ્રમુખ યાજક થશે જે એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ કરશે.
રાજા એ વ્યક્તિ છે જે એક રાજ્ય ઉપર રાજ કરે છે અને લોકોનો ન્યાય કરે છે.મસિહ એક સંપૂર્ણ રાજા હશે જે તેના પૂર્વજ દાઉદના સિંહાસન પર બેસશે.તેઓ સમગ્ર પૃથ્વી પર રાજ કરશે, અને હંમેશા પ્રમાણિકતા સાથે ન્યાય કરશે અને યોગ્ય નિર્ણયો લેશે.
ઈશ્વરના પ્રબોધકોએ મસિહ વિશે ઘણી અન્ય બાબતોની આગાહી કરી હતી.માલાખી પ્રબોધકે આગાહી કરી હતી કે મસિહ પહેલાં એક મહાન પ્રબોધક આવશે.યશાયાહ પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે મસિહનો જન્મ કુંવારીથી થશે.મીખાહ પ્રબોધકે કહ્યું હતું કે તેમનો જન્મ બેથલેહેમ નગરમાં થશે.
યશાયાહ પ્રબોધકે કહ્યું હતું કે મસિહ ગાલીલમાં રેહશે, તૂટેલા હૃદયના લોકોને દિલાસો આપશે, બંદીવાનોને સ્વતંત્ર જાહેર કરશે અને કેદીઓ ને છુટકારો આપશે.તેમણે આ વાતની પણ આગાહી કરી હતી કે મસિહ બીમાર લોકોને સાજા કરશે અને તેઓને પણ જે સાંભળવા, જોવા,બોલવા અથવા ચાલવા અશક્ત છે.
પ્રબોધક યશાયાએ પણ ભવિષ્યવાણી કરી હતી કે મસિહને કારણ વગર નફરત કરવામાં અને ધિક્કારવામાં આવશે.બીજા પ્રબોધકોએ આગાહી કરી કે જે લોકો મસિહની હત્યા કરશે તેઓ તેમના કપડાં માટે જુગાર રમશે અને એક મિત્ર તેમને પરાધીન કરશે.ઝખાર્યાહ પ્રબોધકે આગાહી કરી કે જે મિત્ર મસિહને પરાધીન કરશે તેને ચુકવણી તરીકે ત્રીસ ચાંદીના સિક્કા આપવામાં આવશે.
પ્રબોધકોએ એ પણ જણાવ્યું મસિહનું મૃત્યુ કેવી રીતે થશે.યશાયાએ ભવિષ્યવાણી કરી કે લોકો મસિહના મોઢા પર થુંકશે, હાંસી ઉડાવશે, અને તેમને મારશે.તેઓ તેમને વીંધી નાખશે અને તેમણે કશું ખોટું ન કર્યા છતાં, અતિ દુઃખ અને યાતના સાથે મૃત્યુ પામશે.
પ્રબોધકોએ તે પણ જણાવ્યું કે મસીહ સંપૂર્ણ પાપ વિના હશે.તે બીજા લોકોના પાપોને કારણે સજા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ પામેશે.તેમની શિક્ષા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ લાવશે.આ કારણે , ઈશ્વરની ઈચ્છા એ હતી કે તે મસિહને કચડી નાખે.
પ્રબોધકોએ આગાહી કરી કે મસિહ મૃત્યુ પામશે અને ઈશ્વરે તેને મૃત્યુમાંથી સજીવન કરશે.મસિહના મૃત્યુ અને પુનરુંત્થાન દ્વારા, ઈશ્વર પાપીઓને બચાવવાની યોજના પરિપૂર્ણ કરશે, અને નવો કરાર શરૂ કરશે
ઈશ્વરે મસિહ વિશે પ્રબોધકોને અનેક બાબતો બતાવી, પરંતુ મસિહ આ કોઈ પણ પ્રબોધકોના સમયે આવ્યા નથી.આ છેલ્લી ભવિષ્યવાણીઓં આપવામાં આવી તેના ૪૦૦ થી વધુ વર્ષ પછી જયારે, યોગ્ય સમયે, ઈશ્વરે સંસારમાં મસિહને મોકલશે.