unfoldingWord 09 - ઈશ્વરે મૂસાને તેડ્યો
إستعراض: Exodus 1-4
رقم النص: 1209
لغة: Gujarati
الجماهير: General
فصيل: Bible Stories & Teac
الغرض: Evangelism; Teaching
نص من الإنجيل: Paraphrase
حالة: Approved
هذا النص هو دليل أساسى للترجمة والتسجيلات فى لغات مختلفة. و هو يجب ان يعدل ليتوائم مع اللغات و الثقافات المختلفة لكى ما تتناسب مع المنطقة التى يستعمل بها. قد تحتاج بعض المصطلحات والأفكار المستخدمة إلى شرح كامل أو قد يتم حذفها فى ثقافات مختلفة.
النص
યૂસફના મૃત્યુ બાદ તેના સઘળા સબંધીઓ મિસરમાં રહ્યાં.તેઓ અને તેમના વંશજોએ ઘણાં વર્ષો સુધી ત્યાં રહ્યાં અને તેમને ઘણાં સંતાનો થયા.તેઓ ઈઝ્રાયલીઓ કહેવાયા.
ઘણી સદીઓ બાદ, ઈઝ્રાયલીઓની સંખ્યા ઘણી વધી.મિસરીઓને હવે યૂસફ અથવા તેણે તેમને કેવી રીતે મદદ કરી હતી તે તેઓને યાદ રહ્યું નહતું.તેઓ ઈઝ્રાયલીઓથી ડરવા લાગ્યા કારણ કે તેઓ સંખ્યામાં ઘણાં હતા.માટે મિસરમાં તે વખતે જે ફારુન રાજ કરતો હતો તેણે ઈઝ્રાયલીઓને મિસરીઓના ગુલામો બનાવ્યા.
મિસરીઓએ ઈઝ્રાયલી ઉપર ઈમારતો અને આખા શહેરો બાંધવા માટે દબાણ કર્યું.કઠણ મહેનતના લીધે તેમની જીંદગી બદહાલ બની ગઈ હતી, પરંતુ ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો અને તેઓને વધુ બાળકો થયા.
ફારૂને જોયું કે ઈઝ્રાયલીઓને ઘણા બાળકો છે, માટે તેણે તેના લોકોને આદેશ આપ્યો કે તેઓ ઈઝ્રાયલીઓના દરેક નર બાળકને નાઈલ નદીમાં ફેંકી દઈને મારી નાંખે.
એક ઈઝ્રાયલી સ્ત્રીએ નર બાળકને જન્મ આપ્યો.તેણીએ અને તેના પતિએ તે બાળકને બની શકે તેટલા વધુ સમય સંતાડી રાખ્યો.
જ્યારે બાળકના માતા-પિતા તેને વધારે વાર સંતાડી ના શક્યા, ત્યારે તેઓએ તેને એક ટોપલીમાં મુક્યો અને બરુઓ મધ્યે નાઈલ નદીના કિનારે તરતો મુક્યો. જેથી તેઓ તેને મૃત્યુથી બચાવી શકે.તેની મોટી બહેન તેના ઉપર નજર રાખી હતી કે, તેનું શું થશે?.
ફારુનની પુત્રીએ ટોપલીને જોઈ અને તેની અંદર જોયું.જ્યારે તેણીએ બાળકને જોયો કે તરત તેને તેણે પોતાના પુત્ર તરીકે લઈ લીધો.તેણીએ ઈઝ્રાયલી સ્ત્રીને ભાડે રાખી કે તે બાળકની સંભાળ રાખે. તે એ જાણતી નહતી કે તે બાળકની જ મા હતી.જ્યારે બાળક પૂરતા પ્રમાણમાં મોટું થયું જ્યાં તેને હવે માતાના દૂધની જરૂર નહતી, તેણીએ તેને ફારુનની પુત્રીને પાછો મોકલી આપ્યો. જેણે તેનું નામ મૂસા પાડ્યું.
એક દિવસ જ્યારે મૂસા મોટો થઈ ગયો ત્યારે તેણે જોયું કે એક મિસરી એક ઈઝ્રાયલીને મારી રહ્યો હતો.મૂસાએ તેના સાથી ઈઝ્રાયલીને બચાવવાનો પ્રયત્ન કર્યો.
જ્યારે મૂસાએ વિચાર્યું કે કોઈ તેને જોઈ રહ્યું નથી, ત્યારે તેણે તે મિસરીને મારી નાખ્યો અને તેનું શરીર દાટી દીધું.પરંતુ મૂસાએ જે કર્યું હતું તે કોઈક જોઈ ગયું.
મૂસાએ જે કર્યું તેની ખબર ફારુનને થઈ ત્યારે તેણે મૂસાને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો.મૂસા મિસરમાંથી અરણ્યમાં ભાગી ગયો કે જ્યાં તે ફારુનના સૈનિકોથી સુરક્ષિત રહી શકે.
મૂસા મિસરથી ઘણે દૂર એવા અરણ્યમાં ભરવાડ બનીને રહ્યો.તે તે જગ્યામાં એક સ્ત્રીને પરણ્યો. અને તેને બે પુત્ર થયા.
એક દિવસ જ્યારે મૂસા ઘેટાં ચરાવતો હતો, ત્યારે તેણે જોયું કે એક ઝાડવું સળગી રહ્યું હતું.પરંતુ ઝાડવું ભસ્મ થતું નહતું.મૂસા વધુ સારી રીતે તેને જોઈ શકાય તે માટે તે તેની પાસે ગયો.જેવો તે બળતા ઝાડવા નજીક પહોચ્યો, ઈશ્વરના અવાજે કહ્યું, “મૂસા, તારા ચંપલ ઉતાર.જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.”
ઈશ્વરે કહ્યું, “મેં મારા લોકોના પીડાપાપીડાઓ જોઈ.હું તને ફારુન પાસે મોકલીશ. જેથી તું ઈઝ્રાયલીઓને મિસરની ગુલામીમાંથી બહાર લાવી શકે.હું તેમને કનાન દેશ આપીશ, એ વિષે મેં ઈબ્રાહિમને, ઈસહાકને અને યાકૂબને વચન આપ્યુ હતું.”
મૂસાએ પૂછ્યું, “જો લોકો એ જાણવા માંગશે કે મને કોણે મોકલ્યો છે, તો મારે શું કહેવું ?”ઈશ્વરે કહ્યું, “હું જે છું તે છું.તેઓને કહે કે, “હું છું એ મને મોકલ્યો છે.”તેઓને એ પણ કહેજે કે, “હું યહોવા છું. તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો ઈશ્વર.આ મારું સદાકાળનું નામ છે.”
મૂસા ફારુન પાસે જતા ડરતો હતો. કારણ કે તે વિચારતો હતો કે તે સારી રીતે બોલી શકતો નથી, માટે ઈશ્વરે મૂસાના ભાઈ હારૂનને તેની મદદ માટે મોકલ્યો.ઈશ્વરે મૂસા અને હારુનને ચેતવ્યા કે ફારુન હઠીલો થશે.