unfoldingWord 16 - છોડાવનાર
概要: Judges 1-3; 6-8; 1 Samuel 1-10
文本編號: 1216
語言: Gujarati
聽眾: General
目的: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
狀態: Approved
腳本是翻譯和錄製成其他語言的基本指南,它們需要根據實際需要而進行調整以適合不同的文化和語言。某些使用術語和概念可能需要有更多的解釋,甚至要完全更換或省略。
文本文字
યહોશુઆના મૃત્યુ પછી ઈઝ્રાયલીઓ ઈશ્વરની આજ્ઞા માનતા નહોતા, અને તેઓએ બાકી રહેલા કનાનીઓને હાંકી કાઢ્યા નહીં અથવા ઈશ્વરના નિયમનું પાલન કર્યું નહીં.ઈઝ્રાયલીઓએ સાચા ઈશ્વ્રર પ્રભુને ભજવાને બદલે કનાનના દેવતાઓની ઉપાસના કરી. ઈઝ્રાયલીઓમાં રાજા નહોતા, માટે દરેક જણ તેમને જે સારુ લાગે તે કરતો.
ઈઝ્રાયલીઓએ ઈશ્વ્રરની આજ્ઞા પાળી નહીં માટે તેણે તેમના શત્રુઓને તેમની ઉપર વિજય અપાવ્યો અને તેમને શિક્ષા કરી.આ શત્રુઓ ઈઝ્રાયલીઓની વસ્તુઓને ચોરી જતા અને તેમની મિલકતનો નાશ કરતા અને ઘણાને મારી નાખતા.ઘણા વર્ષો સુધી ઈશ્વ્રરને અનાજ્ઞાકીત રહ્યા બાદ અને તેમના શત્રુઓથી દબાયેલા રહ્યા બાદ ઈઝ્રાયલીઓએ પસ્તાવો કર્યો અને તેમના છુટકારા માટે ઈશ્વરને વિનંતી કરી.
ત્યારે ઈશ્વરે તેમને શત્રુઓના હાથમાંથી બચાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા અને તેમના દેશમા શાંતિ લાવ્યા.પરંતુ ત્યારબાદ લોકો ઈશ્વરને પાછા ભુલી ગયા અને ફરીથી મુર્તિપુજા કરવા લાગ્યા.માટે ઈશ્વર મિદ્યાનીઓને તેમની ઉપર લાવ્યા કે તેઓ તેમને હરાવે.
મિદ્યાનીઓ ઈઝ્રાયલીઓની સર્વ ફસલ સાત વર્ષ સુધી લઈ ગયા.ઈઝ્રાયલીઓ ઘણા ભયભીત હતા તેઓ ગુફાઓમાં સંતાઈ રહેતા જેથી મિદ્યાનીઓ તેમને શોધી ના શકે .આખરે તેઓના છુટકારા માટે ઈશ્વરને પોકારો કર્યા.
એક દિવસ ગિદિઓન નામનો એક ઈઝ્રાયલી માણસ છુપી રીતે ઘંઉ મસળતો હતો જેથી મિદ્યાનીઓ તેમને ચોરી ના જાય.ત્યારે ઈશ્વરના દૂતે આવીને ગિદિયોનને કહ્યું, “હે પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે.જા અને ઈઝ્રાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ.”
ગિદિયોનના પિતા પાસે એક વેદી હતી જે મૂર્તિઓથી ભરેલી હતી.ઈશ્વરે ગિદિયોનને કહ્યું કે તે વેદીને ચીરી નાંખે.પરંતુ ગિદિયોનને લોકોના ડર લાગ્યો અને તેણે રાત થવા સુધી રાહ જોઈ.ત્યારબાદ તેણે તે વેદીને તોડી નાંખી અને તેના ટૂકડા કરી નાંખ્યા.તેણે તે જગ્યાની બાજુમાં જ્યાં મૂર્તિ માટે અર્પણ ચઢાવવામાં આવતું હતું ત્યાં તેણે નવી વેદી બાંધી.
બીજા દિવસે લોકોએ જોયું કે કોઈકે વેદીને તોડી નાંખી છે અને તેનો નાશ કર્યો છે ત્યારે લોકો ક્રોધિત થયા.તેઓ ગિદિયોનના ઘરે તેને મારી નાંખવા માટે ગયા, પરંતુ ગિદિયોનના પિતાએ તેઓને કહ્યું, “શા માટે તમે તમારા દેવને બચાવવાનો પ્રયત્નો કરો છો ?જો તે ઈશ્વર છે તો તેને પોતાને પોતાનું રક્ષણ કરવા દો.”તેણે આવું કહ્યું માટે લોકોએ ગિદિયોનને મારી નાખ્યો નહીં.
ત્યારબાદ ફરીથી મિદ્યાનીઓ ઈઝ્રાયલીઓને લૂંટવા પાછા આવ્યા.તેઓ એટલા બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે નહીં.ગિદિયોને ઈઝ્રાયલીઓને તેમની સામે લડવા માટે ભેગા કર્યા.ગિદિયોને ઈશ્વરને બે ચિહ્ન આપવાનું કહ્યું જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેને ઈઝ્રાયલીઓને બચાવવા માટે ઉપયોગ કરશે.
પ્રથમ ચિહ્ન, ગિદિયોને કપડું લઈને તેને બહાર જમીન પર મુક્યું અને ઈશ્વરને કહ્યું કે સવારમાં આ કપડાં ઉપર જ ઝાકળ પડે અને જમીન પર નહીં.ઈશ્વરે તેવું કર્યું.બીજી રાત્રે, તેણે ઈશ્વરને કહ્યું કે જમીન પલળવી જોઈએ પણ કપડું નહીં.અને ઈશ્વરે તે પણ કર્યું.આ બે ચિહ્નોએ ગિદિયોનને ખાતરી અપાવી કે ઈશ્વર ઈઝ્રાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવવા માગે છે.
32,000 ઈઝ્રાયલી સૈનિકો ગિદિયોન પાસે આવ્યા, પરંતુ ઈશ્વરે તેને કહ્યું કે તે ઘણા બધા છે.માટે ગીદીઓને 22,000 લોકો કે જેઓ લડાઈથી ડરતા હતા તેઓને પાછા ઘરે મોકલ્યા.ઈશ્વરે ગિદિયોનને કહ્યું કે હજુ પણ માણસો વધારે છે.માટે ગિદિયોને 300 સૈનિકો સિવાય બધાને પાછા ઘરે મોકલી દીધા.
તે રાત્રે ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “નીચે મિદ્યાનીઓની છાવણીમાં જા અને જ્યારે તું તેઓ જે કહે છે તે સાંભળીશ ત્યારે તું વધુ ભયભીત થઈશ નહીં.”માટે તે રાત્રે ગિદિયોન છાવણીમાં ગયો અને એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને તેણે જે સ્વપ્ન જોયું હયું તે વિષે કહેતા સાંભળ્યો.તે માણસના મિત્રએ કહ્યું, “આ સ્વપ્નનો અર્થ છે કે ગિદિયોનની સેના મિદ્યાનીઓની સેનાને હરાવશે !”જ્યારે ગિદિયોને આ સાંભળ્યું ત્યારે તેણે ઈશ્વરની સ્તુતિ કરી.
ત્યારબાદ તે પોતાના સૈનિકો પાસે પાછો ગયો અને તેમને તેણે રણશીંગડુ, માટીના ઘડા અને દીવા આપ્યા.તેઓએ મિદ્યાની સૈનિકો જ્યાં ઊંઘતા હતા તે છાવણીને ઘેરી લીધી.ગિદિયોનના 300 સૈનિકો પાસે ઘડાઓમાં દીવા હતા જેથી મિદ્યાનીઓ તેમના દીવાના પ્રકાશને જોઈ શક્યા નહીં.
ત્યારે ગિદિયોનના સૈનિકોએ એક સાથે ઘડા ફોડી નાંખ્યા અને અચાનક દીવાનો પ્રકાશ ઝળકવા લાગ્યો.તેઓએ પોતાનું રણશીંગડુ ફુક્યું, અને ઉંચો આવાજ કર્યો “યહોવાની તથા ગિદિયોનની તરવાર !”
ઈશ્વરે મિદ્યાનીઓને ગુંચવણમાં મુકી દીધા, માટે તેઓએ એકબીજાને મારી નાંખવા અને હુમલો કરવા માટે શરૂઆત કરી દીધી.તરત બાકીના ઈઝ્રાયલીઓને તેમના ઘરોમાંથી બોલાવવામાં આવ્યા જેથી તેઓ મિદ્યાનીઓની પાછળ પડે.તેઓએ તેમાંના ઘણાઓને મારી નાખ્યા અને બાકીનાઓને ઈઝ્રાયલીઓની ભૂમિમાંથી ભગાડી મૂક્યા અને તેઓની પાછળ પડ્યા.120,000 મિદ્યાનીઓ તે દિવસે મર્યા.ઈશ્વરે ઈઝ્રાયલને બચાવ્યું.
લોકો ગિદિયોનને તેમનો રાજા બનાવવા માંગતા હતા.ગિદિઓને તેઓને તેવું કરવા દીધું નહીં, પરંતુ તેણે તેમને સોનાનાં જે કુંડળો તેઓએ મિદ્યાનીઓ પાસેથી લઈ લીધા હતા તે લાવવા કહ્યું.લોકોએ ગિદિયોનને મોટા પ્રમાણમાં સોનું આપ્યુ.
ત્યારે ગિદિયોને તે સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના વસ્ત્રો કે જે મુખ્ય યાજક પહેરે છે તે બનાવવામાં કર્યો.પરંતુ લોકોએ તેને મૂર્તિની જેમ ભજવાનું શરૂ કર્યું.માટે ઈશ્વરે ફરીથી ઈઝ્રાયલીઓને શિક્ષા કરી કારણ કે તેઓ મૂર્તિઓની ઉપાસના કરતાં હતા.ઈશ્વરે તેમના શત્રુઓને તેમને હરાવવાની પરવાનગી આપી.અને આખરે તેઓએ ફરીથી ઈશ્વરની મદદ માંગી અને ઈશ્વરે તેમને છોડાવનાર તરીકે બીજા કોઈકને મોકલી આપ્યો.
આ બાબત વારંવાર બનતી રહી. ઈઝ્રાયલીઓ પાપ કરતા, ઈશ્વર તેમને શિક્ષા કરતા, તેઓ પસ્તાવો કરતા અને ઈશ્વર તેમને છોડાવવા માટે છોડાવનાર મોકલતા.ઘણા વર્ષો સુધી, ઈશ્વરે ઈઝ્રાયલીઓને તેમના શત્રુઓના હાથમાંથી છોડાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા.
છેવટે, લોકોએ ઈશ્વર પાસે રાજા માગ્યો જેમ બીજા દેશો પાસે હતા તેમ.તેઓ ઊંચા અને મજબૂત રાજાને માંગતા હતા જે તેઓને યુદ્ધમાં આગેવાની આપે.ઈશ્વરે તેમની આ વિનંતી ગમી નહીં, પણ તેઓએ જેમ રાજાની માંગણી કરી હતી તેમ તેણે તેમને રાજા આપ્યો.