unfoldingWord 50 - ઈસુ પાછા આવે છે
เค้าโครง: Matthew 13:24-42; 22:13; 24:14; 28:18; John 4:35; 15:20; 16:33; 1 Thessalonians 4:13-5:11; James 1:12; Revelation 2:10; 20:10; 21-22
รหัสบทความ: 1250
ภาษา: Gujarati
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
લગભગ ૨,૦૦૦ વર્ષોથી, જગત વધારે ને વધારે લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળે છે. ખ્રિસ્તી સમુદાય વૃદ્ધિ પામી રહ્યો છે.ઈસુએ વચન આપ્યું કે તે જગતના અંતમાં પાછા આવશે. ભલે તે આજ સુધી પાછા આવ્યા નથી પણ તે પોતાનું વચન પૂરું કરશે.
જ્યારે આપણે ઈસુની પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે ઈશ્વર ઇચ્છે છે કે આપણે એવું જીવન જીવવું જે પવિત્ર હોય તથા તેમને માન આપતું હોય. તે આપણી પાસેથી ઈચ્છા રાખે છે કે આપણે બીજાને પણ તેમના રાજ્ય વિશે કહીએ. જ્યારે ઈસુ પૃથ્વી પર રહેતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “મારા શિષ્યો દુનિયાની દરેક જગ્યાઓએ જઈને લોકોને ઈશ્વરના રાજ્ય વિશે સુવાર્તાનો પ્રચાર કરશે અને પછી જગતનો અંત થશે.
ઘણી જાતિઓએ હજુ સુધી ઈસુ વિશે સાંભળ્યું નથી. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જેઓએ ક્યારેય સાંભળ્યું નથી તેવો લોકોને સુવાર્તા પ્રગટ કરો.તેમણે કહ્યું, “જાઓ અને બધી જાતિના લોકોને શિષ્ય બનાવો! ખેતરો ફસલની કાપણી માટે તૈયાર છે.
ઈસુએ એ પણ કહ્યું, “એક સેવક પોતાના સ્વામીથી મોટો નથી હોતો.”જેમ આ જગતના લોકોએ મારો ધિક્કાર કર્યો, એવી જ રીતે મારા કારણે તમને લોકો સતાવશે અને મારી નાખશે. આ જગતમાં તમને દુઃખ ભોગવવું પડે, પરંતુ હિંમત રાખો મેં શેતાનને જે આ જગત પર રાજ કરે છે તેનો પરાજય કર્યો છે. જો તમે અંત સુધી મારા પ્રત્યે વિશ્વાસુ રહેશો, તો ઈશ્વર તમને બચાવશે!
જ્યારે જગતનો અંત આવશે ત્યારે લોકોની સાથે શું થશે તે વિશે ઈસુએ પોતાના શિષ્યોને એક વાર્તા સંભળાવી. તેમણે કહ્યું, “એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા. જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેના શત્રુ આવ્યો અને જંગલી બી ઘઉંના બી સાથે વાવીને ચાલ્યો ગયો.”
જ્યારે અંકુર ફુટ્યા, તો તે માણસના દાસે કહ્યું, ‘સ્વામી, તમે તે ખેતરમાં સારા બી વાવ્યા હતા. તો પછી આ જંગલી દાણા ક્યાંથી આવ્યા?’ સ્વામીએ કહ્યું, ‘કોઈ શત્રુએ એ બી વાવ્યા હશે.’
દાસોએ સ્વામીને ઉત્તર આપ્યો, ‘શું અમે જઈને જંગલી છોડ ઉખાડી નાખીએ.’ સ્વામીએ કહ્યું, ‘નહિ. જો તમે આવું કરશો, તો તમે કેટલાક ઘઉંને પણ ઊખાડી નાખશો.કાપણીના સમય સુધી રાહ જુઓ અને જંગલી છોડોને એક્ઠા કરી બળવા માટે એક ઢગલો કરી દેજો. પરંતુ ઘઉંને મારા વખારમાં લઈ આવજો.’”
શિષ્યો વાર્તાનો અર્થ સમજી શક્યા નહિ, એ માટે તેઓએ ઈસુને આ સમજાવવા વિનંતી કરી. ઈસુએ કહ્યું, “જે માણસે સારા બી વાવ્યા, તે મસિહનું પ્રતિનિધિત્વ કરે છે.ખેતર જગતને દર્શાવે છે.સારા બી ઈશ્વરના રાજ્યના લોકોને દર્શાવે છે.
જંગલી દાણા તે દુષ્ટ માણસોને દર્શાવે છે. જે શત્રુએ જંગલી બી વાવ્યા છે તે શેતાનને દર્શાવે છે. કાપણી જગતના અંતને દર્શાવે અને ફસલ કાપવાવાળા ઈશ્વરના દૂતોને દર્શાવે છે.
જ્યારે જગતનો અંત થશે તો જે લોકો શેતાનના છે તે બધા લોકોને સ્વર્ગદૂત એક સાથે એકઠા કરશે અને તેઓને ધગધગતી આગમાં નાખી દેશે જ્યાં ભયાનક પીડા હશે, દાંત પીસતા હશે અને રડતાં હશે. ત્યારે ન્યાયી લોકો પોતાના પિતા ઈશ્વરના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે.”
ઇસુએ એ પણ કહ્યું કે જગતના અંત પહેલાં તે પૃથ્વી પર પાછા આવશે. જેવી રીતે તે ગયા હતા તેવી રીતે તે પાછો આવશે. તે મનુષ્ય દેહમાં હશે અને આકાશમાં વાદળો ઉપર સવારી કરીને આવશે.જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે જે ખ્રિસ્તીઓ મરેલા છે તેઓ મૂએલાંમાંથી ઉઠશે અને તેમને આકાશમાં મળશે.
ત્યારે તે ખ્રિસ્તીઓ જે તે સમયે જીવીત હશે તેઓ આકાશમાં ઉપર જશે અને જે મૂએલાંમાંથી જીવી ઉઠ્યા તે ખ્રિસ્તી લોકોની સાથે તેઓ પણ મળી જશે.તેઓ બધા ત્યાં ઈસુની સાથે હશે. ત્યાર પછી ઈસુ સંપૂર્ણ શાંતિ અને એકતામાં પોતાનાં લોકોની સાથે હંમેશા રહેશે.
ઈસુએ વચન આપ્યું છે કે જેટલા લોકો તેમના પર વિશ્વાસ કરે છે, એમાંથી દરેકને તે મુગટ આપશે. તેઓ હંમેશા પૂર્ણ શાંતિમાં ઈશ્વરની સાથે રહેશે અને રાજ કરશે.
પરંતુ જે ઈસુ પર વિશ્વાસ નહિ કરે તેઓનો ઈશ્વર ન્યાય કરશે. તે તેઓને નર્કમાં ફેકી દેશે, જ્યાં તેઓ વેદનામાં હંમેશા માટે રડશે અને દાંત પીસસે.એક ન હોલવાય તેવી આગ નિરંતર તેઓને બાળતી રહેશે અને કીડાઓ તેઓને ખાવાનું બંધ કરશે નહિ.
જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તે શેતાન અને તેના રાજ્યને પૂરી રીતે નષ્ટ કરશે. તે શેતાનને નર્કમાં નાખી દેશે જ્યાં તે અને જેઓએ દેવને આધિન થવાને બદલે તેને અનુસરવાનું પસંદ કર્યું તેઓની સાથે હમેશાં બળતો રહેશે.
કેમકે આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને આ દુનિયામાં પાપ આવ્યું, એ માટે દેવે તેને શ્રાપ આપ્યો અને તેનો નાશ કરવાનું નક્કિ કર્યું. પરંતુ એક દિવસ ઈશ્વર એક નવું આકાશ અને નવી પૃથ્વીની રચના કરશે અને તે સંપૂર્ણ હશે.
ઈસુ અને તેમના લોકો નવી પૃથ્વી પર રહેશે. અને અહીં જે કંઈપણ છે તેની ઉપર ઇસુ હંમેશા રાજ કરશે. એ દરેક આંસુ લૂછી દેશે, અને ત્યાં કોઈ દુઃખ, ઉદાસી, રૂદન, ભૂંડાઈ, દર્દ કે મૃત્યુ નહિ હોય.ઈસુ પોતાના રાજ્યમાં શાંતિ અને ન્યાયની સાથે રાજ કરશે, અને તે હંમેશા પોતાના લોકોની સાથે રહેશે.