unfoldingWord 17 - ઈશ્વરનો દાઉદ સાથેનો કરાર
Outline: 1 Samuel 10; 15-19; 24; 31; 2 Samuel 5; 7; 11-12
Broj skripte: 1217
Jezik: Gujarati
Publika: General
Svrha: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Status: Approved
Skripte su osnovne smernice za prevođenje i snimanje na druge jezike. Treba ih prilagoditi po potrebi kako bi bili razumljivi i relevantni za svaku različitu kulturu i jezik. Neki termini i koncepti koji se koriste možda će trebati dodatno objašnjenje ili čak biti zamenjeni ili potpuno izostavljeni.
Script Tekt
શાઉલ ઈઝ્રાયલનો પ્રથમ રાજા હતો.લોકો ઈચ્છતા હતા તેવો જ તે ઊંચો અને દેખાવડો હતો. શાઉલે જ્યારે શરૂઆતના વર્ષોમાં ઈઝ્રાયલ ઉપર રાજ કર્યું ત્યારે તે સારો રાજા હતો.પરંતુ ત્યારબાદ તે દુષ્ટ માણસ બની ગયો જેણે ઈશ્વરની આજ્ઞા માની નહીં. માટે ઈશ્વરે અલગ માણસને પસંદ કર્યો જે એક દિવસ તેની જગ્યાએ રાજ કરશે.
ઈશ્વરે યુવાન ઈઝ્રાયલી જેનું નામ દાઉદ હતું તેને શાઉલ પછી રાજા તરીકે પસંદ કર્યો.દાઉદ બેથલેહેમ ગામમાં ઘેટાંપાળક હતો.એકવાર જ્યારે દાઉદ તેના બાપના ઘેટાં ચરાવતો હોય છે, ત્યારે તે દાઉદે ઘેટા ઉપર હુમલો કરનાર સિંહ અને રીંછ બંનેને મારી નાખ્યા હતાં.દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો જે ઈશ્વ્રર પર વિશ્વાસ કરતો હતો અને તેની આજ્ઞા પાળતો હતો.
દાઉદ મહાન સૈનિક અને આગેવાન બન્યો.જ્યારે દાઉદ હજુ તો યુવાન જ હતો. તે ગોલ્યાથ નામના મોટા યોધ્ધા સામે લડયો.ગોલ્યાથ તાલિમ પામેલો સૈનિક હતો. ખુબ જ બળવાન અને ત્રણ મીટર ઊંચાઈ ધરાવતો હતો.પરંતુ ઈશ્વરે દાઉદને ગોલ્યાથને મારવામા અને ઈઝ્રાયલને બચાવવામાં મદદ કરી.ત્યારબાદ દાઉદે ઈઝ્રાયલના શત્રુઓ ઉપર ઘણા વિજય મેળવ્યા જેના લીધે લોકોએ તેની પ્રશંસા કરી.
દાઉદ માટે લોકોનો પ્રેમ જોઈને શાઉલને ઈર્ષા આવી.શાઉલે તેને મારી નાખવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા. માટે દાઉદ શાઉલથી સંતાઈ ગયો.એક દિવસ શાઉલ દાઉદને મારી નાખવા માટે શોધતો હતો.શાઉલ એ જ ગુફામાં ગયો જ્યાં દાઉદ શાઉલથી સંતાઈને રહેતો હતો, પરંતુ શાઉલે તેને જોયો નહીં.દાઉદ શાઉલની ઘણી નજીક હતો અને તેને મારી નાખી શક્યો હોત પણ તેણે તેવું કર્યું નહિ.તેના બદલે દાઉદે શાઉલના કપડાની કોરને કાપી લીધી એ સાબિત કરવા માટે કે રાજા બનવા માટે તે કદાચ તેને મારી શક્યો હોત.
છેવટે, શાઉલ યુદ્ધમાં મરણ પામ્યો અને દાઉદ ઈઝ્રાયલનો રાજા બન્યો.તે સારો રાજા હતો અને લોકો તેને ચાહતા હતા.ઈશ્વરે દાઉદને આશીર્વાદિત કર્યો અને તેને સફળ બનાવ્યો.દાઉદ ઘણા યુદ્ધ લડ્યો અને ઈશ્વરે ઈઝ્રાયલના શત્રુઓને હરાવવામાં દાઉદની મદદ કરી.દાઉદે યરૂશાલેમ જીતી લીધુ અને તેને રાજધાની બનાવી.દાઉદના શાસન દરમ્યાન ઈઝ્રાયલ શક્તિશાળી અને સમૃદ્ધ બન્યું.
દાઉદ એક ભક્તિસ્થાન બાંધવા માંગતો હતો, જ્યાં બધા ઈઝ્રાયલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેને અર્પણો ચઢાવી શકે.400 વર્ષો સુધી લોકો મુસાએ બાંધેલા મુલાકાતમંડપમાં ઈશ્વરની આરાધના કરતા અને તેમને અર્પણો ચઢાવતા.
પરંતુ ઈશ્વરે નાથાન પ્રબોધકને આ સંદેશા સાથે તેને દાઉદ પાસે મોકલ્યો, તું યુદ્ધ કરનાર પુરુષ છે, માટે તું મારા માટે ભક્તિસ્થાન બાંધશે નહીં.તારો પુત્ર તે બાંધશે.પરંતુ હું તને પુષ્કળ આશીર્વાદિત કરીશ.તારા વંશજોમાંથી એક કાયમ મારા લોકો પર રાજ કરશે!દાઉદનો એક જ વંશજ કે જે સર્વદા રાજ કરશે તે તો ખ્રિસ્ત છે.”ખ્રિસ્ત તો ઈશ્વરનો પસંદ કરેલા એવા એક છે, જે જગતના લોકોને તેમના પાપથી તારશે.
જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા, તેણે તરત જ ઈશ્વરની આભારસ્તુતિ કરી. કારણ કે તેણે દાઉદને પુષ્કળ માન આપ્યું હતું અને ઘણા આશીર્વાદો આપ્યા હતા.દાઉદે જાણ્યું નહતું કે ઈશ્વર ક્યારે આ બાબતો કરશે.પરંતુ આ બને તે માટે ખ્રિસ્તના આવવા વિશે ઈઝ્રાયલીઓએ ઘણાં લાંબા વખત રાહ જોવી પડશે, 1000 વર્ષો સુધી.
દાઉદે ન્યાયથી અને વિશ્વાસુપણે ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.જો કે, તેના જીવનના અંત દરમ્યાન તેણે ઈશ્વર વિરુદ્ધ ભયંકર પાપ કર્યું.
એક દિવસ, જ્યારે દાઉદના સૈનિકો યુદ્ધ કરવા માટે બહાર ગયા હતા, ત્યારે તેણે પોતાના મહેલ પરથી એક સુંદર સ્ત્રીને સ્નાન કરતી જોઈ.તેનું નામ બેથશેબા હતું.
નજર ફેરવી લેવાને બદલે દાઉદે કોઈકને તે સ્ત્રીને બોલાવી લાવવા મોકલ્યો.તે તેની સાથે ઊંઘી ગયો અને પછી તેને તેના ઘરે પાછી મોકલી દીધી.થોડા સમય બાદ બેથશેબા દાઉદને સંદેશ મોકલે છે કે તે ગર્ભવતી છે.
બેથશેબાનો પતિ, જેનું નામ ઉરીયા હતું, તે દાઉદનો શ્રેષ્ઠ સૈનિક હતો.દાઉદે ઉરીયાને યુધ્ધમાંથી બોલાવ્યો અને તેને કહ્યું કે તે પોતાની પત્ની પાસે જાય.પરંતુ બીજા સૈનિકો યુદ્ધમાં હોય અને હું ઘરે જાઉં, તે વાત ઉરીયાએ નકારી નાંખી.માટે દાઉદે ઉરીયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને એમ કહેવડાવ્યું કે તેને જ્યાં શત્રુઓનો વધુ પ્રહાર હોય ત્યાં તેને આગળ રાખજો, જેથી તેને મારી નાંખવામાં આવે.
ઉરીયાના મૃત્યુ પછી, દાઉદ બેથશેબાને પરણ્યો.ત્યારબાદ, તેણે દાઉદના પુત્રને જન્મ આપ્યો.દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત હતા, માટે તેણે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો એ બતાવવા કે તેણે કેટલું મોટું પાપ કર્યું હતું.દાઉદે તેના પાપનો પસ્તાવો કર્યો અને ઈશ્વરે તેને માફ કર્યો.બાકીના જીવન દરમ્યાન, દાઉદ ઈશ્વરની પાછળ ચાલ્યો અને આજ્ઞાધિન રહ્યો, તેના મુશ્કેલીના સમયમાં પણ.
દાઉદના પાપની શિક્ષાના રૂપમાં તેનું બાળક મૃત્યુ પામ્યુ.દાઉદના જીવન પર્યંત તેના પરિવારમાં લડાઈ ચાલી અને દાઉદનું સામર્થ્ય નબળું થયું.જો કે, દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ રહ્યો, પરંતુ ઈશ્વર તેમના વચનો પ્રત્યે વિશ્વાસુ હતા.ત્યારબાદ, દાઉદ અને બેથશેબાને બીજો એક પુત્ર થયો અને તેમણે તેનું નામ સુલેમાન પાડ્યું.