unfoldingWord 32 - ઈસુ એક દુષ્ટ આત્મા વળગેલા માણસને અને એક બીમાર સ્ત્રીને સાજા કરે છે
План-конспект: Matthew 8:28-34; 9:20-22; Mark 5; Luke 8:26-48
Номер текста: 1232
Язык: Gujarati
Aудитория: General
Цель: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
статус: Approved
Сценарии - это основные инструкции по переводу и записи на другие языки. Их следует при необходимости адаптировать, чтобы сделать понятными и актуальными для каждой культуры и языка. Некоторые используемые термины и концепции могут нуждаться в дополнительном пояснении или даже полностью замещаться или опускаться.
Текст программы
એક દિવસ, ઈસુ અને તેમના શિષ્યો એક હોડીમા બેસીને સમુદ્રની પેલે પાર એક પ્રદેશમાં ગયા જ્યાં ગદરાનીના લોકો રહેતા હતા.
જ્યારે તેઓ સમુદ્રની પેલે પાર પહોંચ્યા, ત્યારે એક દુષ્ટઆત્મા વળગેલો વ્યક્તિ દોડતો તેઓની પાસે આવ્યો.
આ વ્યક્તિ એટલો તાકતવર હતો કે કોઈ પણ તેને નિયંત્રણમાં લાવી શક્તું ન હતું. ત્યાં સુધી કે લોકો તેના હાથ અને પગને સાંકળો પણ બાંધતા, પરંતુ તે તેને પણ તોડી નાખતો.
એ માણસ તે વિસ્તારની કબરોમાં રહેતો હતો. તે વ્યક્તિ રાત, દિવસ બૂમો પાડ્યા કરતો હતો. તે કપડા પહેરતો ન હતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
જ્યારે તે માણસ ઈસુની પાસે આવ્યો, ત્યારે તે તેમની સામે પોતાના ઘૂટણે પડી ગયો. ઈસુએ તે દુષ્ટઆત્માને કહ્યું, “આ માણસમાંથી નીકળી જા!”
દુષ્ટઆત્મા વળગેલ વ્યક્તિ ઊંચા અવાજે બોલી ઊઠ્યો, સર્વોચ્ચ ઈશ્વરનાં પુત્ર, ઈસુ, તુ મારી પાસેથી શુ ઈચ્છે છે? કૃપા કરી મને પીડા ન આપો!” ત્યારે ઈસુએ દુષ્ટઆત્માને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે અમે ઘણા બધા છીએ. (‘સેના” રોમન લશ્કરોમાં કેટલાક હજારો સૈનિકની ટોળી)
દુષ્ટઆત્માઓએ ઈસુને વિનંતી કરી કે “કૃપા કરી અમને આ વિસ્તારમાંથી બહાર કાઢો નહિ!” ત્યા પાસે જ પર્વત પર ભૂંડોનું એક ટોળું ચરી રહ્યું હતું. એ માટે દુષ્ટઆત્માએ ઈસુને વિનંતી કરી કે “એ માટે કૃપા કરી અમને ભૂંડોના ટોળામાં મોકલી દો. ઈસુએ કહ્યું, “જાઓ!”
દુષ્ટઆત્માઓ તે વ્યક્તિમાંથી નીકળીને ભૂડોમાં પ્રવેશ્યા. ભૂંડો પર્વતનાં ઢોળાવ પરથી નીચેની તરફ દોડ્યા અને સમુદ્રમાં ડૂબી ગયા. એ ટોળામાં લગભગ ૨,૦૦૦ ભૂંડો હતા.
જે ભૂંડોની દેખરેખ કરી રહ્યા હતા ત્યા તેઓએ જે થયુ તે બધુ જોયુ, તેઓ નગરમાં ચાલ્યા ગયા અને જે કોઈ તેઓને મળ્યા તેઓ બધાને જે કાંઈ ઈસુએ કર્યું હતું તે બધુ કહ્યું. નગરથી લોકોએ આવીને તે વ્યક્તિને જોયો જેમાં દુષ્ટઆત્મા રહેતો હતો. એ કપડા પહેરીને, શાંતિથી બેઠો હતો અને એક સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરતો હતો.
લોકો બહુ બી ગયા અને ઈસુને ત્યાથી ચાલ્યા જવાનું કહ્યું. તેથી ઈસુ હોડીમાં બેઠા અને જવાની તૈયારી કરી. જે વ્યક્તિમાં પહેલા દુષ્ટઆત્માઓ હતા, તેણે ઈસુ સાથે જવાની વિનંતી કરી.
પરંતુ ઈસુએ તેને કહ્યું, “ના, હું ઈચ્છુ કે તૂ ઘરે જા અને ઈશ્વરે જે તારે માટે કર્યુ છે, તે વિશે પોતાના મિત્રો અને પરિવારને કહે, કે કેવી રીતે તેમણે તારા પર દયા કરી છે.
તેથી એ વ્યક્તિ ત્યાથી ચાલ્યો ગયો અને બધાને ઈસુએ તેને માટે જે કામ કર્યુ હતું તે કહી જણાવ્યું. જે કોઈએ તેની વાર્તા સાંભળી તેઓ આશ્ચર્યથી ભરાઈ ગયા.
ઈસુ સમુદ્રની બીજી તરફ પાછા ચાલ્યા ગયા. જ્યારે તે ત્યા પહોંચ્યા, તો એક મોટું ટોળુ તેમની આસ-પાસ એકઠું થયું અને તેમના પર પડાપડી કરતા હતા. ટોળામાં એક સ્ત્રી હતી જે બાર વર્ષથી એક રક્તસ્ત્રાવની બીમારીથી પીડીત હતી. તેણે પોતાનું બધુ ધન વૈદો પર ખર્ચ કરી દીધું હતું જેકે થી તેઓ તેને સાજી કરી શકે, પરંતુ તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ.
તેણે સાંભળેલું કે ઈસુએ ઘણા બીમાર લોકોને સાજા કર્યાં છે અને તેણે વિચાર્યું, “મને ચોક્કસ વિશ્વાસ છે કે જો હું માત્ર તેમના વસ્ત્રોને અડીશ, તો હું પણ સાજી થઈશ!" એ માટે તે ઈસુની પાછળ આવીઅને તેમના વસ્ત્રને અડકી.જેવું તે તેમના વસ્ત્રોને અડકી કે તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો!
ઈસુએ તરત જાણી લીધું કે તેમનાંમાથી સામર્થ્ય નીકળ્યું છે. એ માટે તેમણે પાછળ જોઈને પૂછ્યું, “મને કોણ અડક્યું?”
શિષ્યોએ ઉત્તર આપ્યો, “તમારી ચારે તરફ ટોળામાં બહુ લોકો છે. અને તેઓ તમારા પર પડાપડી કરી રહ્યા છે..તમે કેમ પૂછ્યું, મને કોણ અડક્યું?’”તે સ્ત્રી ડરતી અને ધ્રુજતી ઈસુની સામે ઘૂટણે પડી ગઈ. ત્યાર પછી તેણે તેમને બતાવ્યું કે તેણે શું કર્યું હતું અને તે સાજી થઈ ગઈ હતી. ઈસુએ તેને કહ્યું, “તારા વિશ્વાસે તને સાજી કરી છે. શાંતિથી ચાલી જા.”