unfoldingWord 27 - ભલા સમરૂનીની વાર્તા

रूपरेखा: Luke 10:25-37
लिपि नम्बर: 1227
भाषा: Gujarati
दर्शक: General
उद्देश्य: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
स्थिति: Approved
लिपिहरू अन्य भाषाहरूमा अनुवाद र रेकर्डिङका लागि आधारभूत दिशानिर्देशहरू हुन्। तिनीहरूलाई प्रत्येक फरक संस्कृति र भाषाको लागि बुझ्न योग्य र सान्दर्भिक बनाउन आवश्यक रूपमा अनुकूलित हुनुपर्छ। प्रयोग गरिएका केही सर्तहरू र अवधारणाहरूलाई थप व्याख्याको आवश्यकता हुन सक्छ वा पूर्ण रूपमा प्रतिस्थापन वा मेटाउन पनि सकिन्छ।
लिपि पाठ

એક દિવસ, એક યહૂદી નિયમનો નિષ્ણાંત ઈસુને ચકાસવા તેમની પાસે આવ્યો અને કહ્યું, અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ?"ઈસુએ જવાબ આપ્યો," ઈશ્વરના નિયમમાં શું લખ્યું છે?"

નિયમના નિષ્ણાંતે ઉત્તર આપ્યો ઈશ્વરનો નિયમ કહે છે કે , "તમારા ઈશ્વરને પૂર્ણ હૃદય,પૂર્ણ આત્મા,પૂર્ણ સામર્થ્ય અને પૂર્ણ બુદ્ધિથી પ્રેમ કરો.અને જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ તમારા પડોશીને પ્રેમ કરો."ઈસુએ ઉત્તર આપ્યો, તું ખરો છે!આમ કર અને તું જીવીત રેહશે.”

પરંતુ નિયમનો નિષ્ણાંત ઈસુને સાબિત કરવા માંગતો હતા કે તે પ્રામાણિક છે, તેથી પૂછ્યું, "મારો પાડોશી કોણ છે?"

ઈસુએ નિયમના નિષ્ણાંતે તેને જવાબ આપતા એક વાર્તા કરી."એક યહૂદી માણસ યરુશાલેમથી યરિખો ગામ તરફ મુસાફરી કરી રહ્યો હતો."

મુસાફરી દરમ્યાન રસ્તામાં લૂંટારાઓની એક ટોળીએ તેના ઉપર હુમલો કર્યો..તેઓએ તેનું બધુ લૂટી લીધુ અને મરણતોલ માર માર્યો.પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. "

"ટૂંક સમય પછી, એક યહૂદી યાજક એ માર્ગથી પસાર થયો.જેને લૂંટીને મારવામાં આવ્યો હતો તેને જયારે આ ધાર્મિક આગેવાને જોયો, તે ત્યારે તેની અવગણના કરીને રસ્તાની બીજી બાજુથી ચાલ્યો ગયો.

"થોડી વાર પછી એક લેવી એ રસ્તા પર આવ્યો.(લેવીઓ યહૂદિઓંની એક જાતી છે જે ભક્તિસ્થાનમાં યાજકોને મદદ કરે છે)લેવીએ પણ તે ઈજાગ્રસ્ત માણસને જોયો અને રસ્તો ઓળંગીને બીજી બાજુ ચાલ્યો ગયો.

રસ્તા પરથી આવતો બીજો માણસ એક સમરૂની હતો.(સમરૂનીઓ યહૂદીઓના વંશજો હતા જેમણે બીજા દેશના લોકો સાથે લગ્ન કર્યા હતા. સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતા.)જયારે સમરૂનીએ યહૂદી માણસને જોયો, તેને તેના ઉપર ખૂબ જ દયા આવી.તેથી તેણે તેની સંભાળ લીધી અને તેના ઘા ઉપર પાટો બાંધ્યો.”

સમરૂની પછી પોતાના ગધેડા પર તે માણસને બેસાડીને રસ્તા ઉપર આવેલા એક ધર્મશાળામાં લઈ ગયો અને તેની કાળજી લીધી.

"બીજા દિવસે, સમરૂનીએ મુસાફરી કરવાની જરૂર હતી.તેણે ધર્મશાળામાં કામ કરતા માણસને થોડાક પૈસા આપ્યા અને કહ્યું, ‘તેની કાળજી લેજો, અને જો આના કરતાં કોઈ વધુ નાણાં ખર્ચવા પડે તો તે હું પાછા વળતા આવીને આપીશ.”

પછી ઈસુએ નિયમનો નિષ્ણાંતને પૂછ્યું તું શું વિચારે છો?ત્રણ પુરુષોમાંથી ઈજાગ્રસ્ત માણસનો સાચો પડોશી કોણ હતો? "તેણે જવાબ આપ્યો " જે માણસ દયાળુ હતો તે.ઈસુએ કહ્યું, "તું જા અને તે જ રીતે કર.