unfoldingWord 43 - મંડળીની શરૂઆત
개요: Acts 1:12-14; 2
스크립트 번호: 1243
언어: Gujarati
청중: General
목적: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
지위: Approved
이 스크립트는 다른 언어로 번역 및 녹음을위한 기본 지침입니다. 그것은 그것이 사용되는 각 영역에 맞게 다른 문화와 언어로 조정되어야 합니다. 사용되는 몇 가지 용어와 개념은 다른 문화에서는 다듬어지거나 생략해야 할 수도 있습니다.
스크립트 텍스트
જ્યારે ઈસુ સ્વર્ગમાં પાછા ગયા ત્યારે શિષ્યો ઈસુની આજ્ઞા મુજબ યરૂશાલેમમાં રોકાયા. વિશ્વાસીઓ ત્યાં હંમેશા પ્રાર્થના કરવા માટે એકઠા થતા હતા.
દર વર્ષે, કાપણીના ૫૦ દિવસ પછી, યહૂદી લોકો એક મહત્વપૂર્ણ દિવસ માનતા હતા જેને પચાસમાનો દિવસ કહેવામાં આવે છે. પચાસમાનો દિવસ એ સમય હતો જ્યારે યહૂદી લોકો કાપણીના પર્વ તરીકે મનાવતા હતા. દુનિયા ભરથી યહૂદી લોકો યરૂશાલેમમાં આવીને પચાસમાનો દિવસ ઉજવતા હતા.આ વર્ષે પચાસમાનો દિવસ ઈસુ સ્વર્ગ પાછા ગયાના લગભગ એક અઠવાડિયા પછી આવ્યો હતો.
જ્યારે બધા વિશ્વાસીઓ એક જગ્યાએ એકઠા હતા, અચાનક જે ઘરમાં તેઓ એકઠા હતા તે એક તોફાની હવા જેવા અવાજથી ભરાઈ ગયું. અને પછી આગના જેવી જીભો દરેક વિશ્વાસીના માથા ઉપર આવી.તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને તેઓ બધા અન્ય ભાષાઓ બોલવા લાગ્યા.
જ્યારે યરૂશાલેમના લોકોએ આ અવાજ સાંભળ્યો ત્યારે શું થઈ રહ્યું છે તે જાણવા માટે એક ટોળુ એકત્રિત થઈ ગયું. જ્યારે લોકોએ વિશ્વાસીઓને ઈશ્વરના અદ્ભૂત કાર્યોની રજુઆત કરતા સાંભળ્યા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેઓ આ વાતો પોત-પોતાની ભાષામાં સાંભળી રહ્યા હતા.
કેટલાક લોકોએ શિષ્યો પર દારૂના નશામાં હોવાનો દોષ લગાવ્યો. પરંતુ પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારી વાત સાંભળો!આ લોકો નશામાં નથી! આ તો ભવિષ્યવાણી પૂરી થયાની જે યોએલ પ્રબોધકના મારફતે ઈશ્વરે કહી હતી કે, ‘છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા રેડી દઈશ.’
"ઇસ્રાએલના લોકો, ઈસુ એક માણસ હતા જેમણે ઈશ્વરના સામર્થ્યથી ઘણા પ્રકારના ચિહ્ન અને ચમત્કારો કર્યાં હતા, જે તમે જોયા છે અને જાણો છો. પરંતુ તમે તેમને વધસ્તંભ પર જડી દીધા!”
"અને ઈસુ મૃત્યુ પામ્યા, પણ ઈશ્વરે તેમને મૂએલામાંથી સજીવન કરી દીધા. આતો ભવિષ્યવાણી પૂરી થવાની વાત છે જે કહે છે કે, ‘તું તારા પવિત્રને કબરમાં સડવા દેશે નહિ.’અમે એ વાતના સાક્ષી છીએ કે ઈશ્વરે ઈસુને ફરીથી જીવતા કર્યો છે.”
"હવે ઈસુ ઈશ્વરની જમણી બાજુએ બિરાજમાન છે. અને જેવી રીતે તેમણે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે પવિત્ર આત્માને મોકલ્યા છે. જે વસ્તુઓ હવે તમે જોઈ અને સાંભળી રહ્યા છો, તે પવિત્ર આત્માને કારણે છે.”
"તમે આજ ઈસુને વધસ્તંભ પર જડી દીધા.”પણ આ વાત નિશ્ચિત છે કે ઇશ્વરે જ ઈસુને પ્રભુ અને મસીહા બનાવ્યા છે.”
જે વાતો પિતરે કહી તે વાતો સાંભળીને બધા ગંભીરતાથી પ્રભાવિત થયા. એટલા માટે તેઓએ પિતર અને બીજા પ્રેરિતોને પૂછ્યું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
પિતરે તેમને ઉત્તર આપ્યો, “દરેકે પોતાનું મન બદલવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી તમારા પાપ માફ થઈ શકે. તે તમને તે પવિત્ર આત્માનું દાન પણ આપશે.”
પિતરે જે કહ્યું તેના પર ૩૦૦૦ લોકોએ વિશ્વાસ કર્યોં અને તેઓ ઈસુના શિષ્યો બની ગયા. તેઓએ બાપ્તિસ્મા લીધુ અને યરૂશાલેમની મંડળીના સદસ્ય બની ગયા.
શિષ્યો હંમેશા પ્રરિતોના શિક્ષણને સાંભળતા, એક સાથે સમય વિતાવતા, એક સાથે ભોજન કરતા અને એકસાથે પ્રાર્થના કરતા હતા. તેઓ એકસાથે મંડળીમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા અને જે કંઈ તેમની પાસે હતું તેઓ એકબીજા સાથે વહેચતાં. તેઓ દરેક એક બીજાનું ધ્યાન રાખતા.દરરોજ ઘણા લોકો વિશ્વાસી બની રહ્યા હતા.