unfoldingWord 05 - વચનનો પુત્ર
રૂપરેખા: Genesis 16-22
સ્ક્રિપ્ટ નંબર: 1205
ભાષા: Gujarati
પ્રેક્ષકો: General
હેતુ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
સ્થિતિ: Approved
સ્ક્રિપ્ટો અન્ય ભાષાઓમાં અનુવાદ અને રેકોર્ડિંગ માટે મૂળભૂત માર્ગદર્શિકા છે. દરેક અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષા માટે તેમને સમજી શકાય તેવું અને સુસંગત બનાવવા માટે તેઓને જરૂરી અનુકૂલિત કરવા જોઈએ. ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો અને વિભાવનાઓને વધુ સમજૂતીની જરૂર પડી શકે છે અથવા તો બદલી અથવા સંપૂર્ણપણે છોડી દેવામાં આવી શકે છે.
સ્ક્રિપ્ટ ટેક્સ્ટ
દશ વર્ષ પછી ઈબ્રામ અને સારાય કનાન દેશમાં પહોંચ્યા, તેઓને હજુ પણ સંતાન નહોતું.માટે ઈબ્રામની પત્ની સારાયે તેને કહ્યું, “ હજુ સુધી ઈશ્વરે મને સંતાન આપ્યું નથી અને હવે હું બાળક જણી શકું તે માટે ઘણી ઘરડી થઈ ગઈ છું, અહીં મારી દાસી હાગાર છે.તું તેની સાથે પણ લગ્ન કર કે તેનાથી મારે સારું સંતાન થાય “
માટે ઈબ્રામ હાગારને પરણ્યો.હાગારને પુત્ર થયો, અને ઈબ્રામે તેનું નામ ઈશ્માએલ પાડ્યું.પરંતુ સારાય હાગારની ઈર્ષા કરવા લાગી.જ્યારે ઈશ્માએલ 13 વર્ષનો થયો, ત્યારે ઈશ્વર ફરીથી ઈબ્રામ સાથે બોલ્યા.
ઈશ્વરે કહ્યું, “ હું સર્વશક્તિમાન ઈશ્વર છું.“હું તારી સાથે કરાર કરીશ. “ત્યારે ઈબ્રામ ભૂમિ સુધી નમ્યો.ઈશ્વરે ઈબ્રામને એ પણ કહ્યું, “ તું ઘણી દેશજાતિઓનો પિતા થઈશ. “હું તને તથા તારા વંશજોને આ કનાન દેશ તેમના વારસા તરીકે આપીશ અને હું સદાકાળ માટે તેમનો ઈશ્વર થઈશ.તારે તારા પરિવારનાં દરેક પુરુષની સુન્નત કરવી. “
“ તારી પત્ની, સારાય ને પુત્ર થશે - તે વચનનો પુત્ર થશે.તેનું નામ ઈસહાક રાખજે.હું મારો કરાર તેની સાથે કરીશ, અને તે એક મહાન દેશજાતિ બનશે.હું ઈશ્માએલને પણ મોટી દેશજાતિ બનાવીશ, પરંતુ મારો કરાર ઇસહાક સાથે હશે.ત્યારબાદ ઈશ્વરે ઈબ્રામનું નામ બદલીને ઈબ્રાહિમ રાખ્યું. જેનો અર્થ “ ઘણાઓનો પિતા“ઈશ્વરે સારાયનું નામ બદલીને સારા પાડ્યું, જેનો અર્થ રાજકુમારી થાય છે.
તે દિવસે ઈબ્રાહીમે પોતાના ઘરના સર્વ પુરુષોની સુન્નત કરી.એક વર્ષ બાદ જ્યારે ઈબ્રાહિમ 100 વર્ષનો અને સારા 90 વર્ષની થઈ, સારાએ ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો.તેમણે તેનું નામ ઈસહાક પાડ્યું. જેવું ઈશ્વરે કહ્યું હતું.
જ્યારે ઈસહાક યુવાન થયો, ત્યારે એમ કહીને ઈબ્રાહિમની પરીક્ષા કરી. “તારા એકના એક પુત્ર ઈસહાકને લે અને તેને મારે સારુ બલિદાન કર. “ફરીથી ઈબ્રાહીમે ઈશ્વરની આજ્ઞા માની અને પોતાના પુત્રના બલિદાનને માટે તૈયાર થયો.
જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક બલિદાનની જગ્યાએ જઈ રહ્યા હતા, ઈસહાક પૂછ્યું, “ પિતા આપણી પાસે બલિદાન માટે લાકડાં છે પરંતુ ઘેટું ક્યાં છે“ઈબ્રાહિમે જવાબ આપ્યો, “ મારા દીકરા ઈશ્વર બલિદાનને સારુ ઘેટું પુરું પાડશે.“
જ્યારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઈબ્રાહીમે તેના પુત્ર ઈસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવાડ્યો.જ્યારે તે પોતાના પુત્રને મારવા જઈ રહ્યો હતો ત્યારે જ ઈશ્વરે કહ્યું, “ ઉભો રહે, છોકરાને કંઈ કરીશ નહી. હવે હું જાણું છું કે તું મારાથી બીહે છે અને તેં પોતાના એકના એક પુત્રને મારાથી પાછો રાખ્યો નથી. “
ત્યાંજ ઈબ્રાહીમે નજીકના ઝાડીમાં ફસાયેલા ઘેટાને જોયો. ઈશ્વરે ઈસહાકની જગ્યાએ ઘેટાને બલિદાન તરીકે પુરું પાડ્યું. ઈબ્રાહીમે ખુશીથી ઘેટાને બલિદાન તરીકે અર્પ્યું.
ત્યારે ઈશ્વરે ઈબ્રાહિમને કહ્યું, કારણ કે તું મને સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે છે ત્યાં સુધી કે તારો એકનો એક પુત્ર, માટે હું તને આશીર્વાદિત કરવાનું વચન આપું છું. તારા વંશજો આકાશનાના તારાઓ કરતાં અધિક થશે.કારણ કે તે મારી આજ્ઞાઓ માની છે, જગતના બધા પરિવારો તારા પરિવારથી આશીર્વાદિત થશે.