unfoldingWord 04 - ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર
طرح کلی: Genesis 11-15
شماره کتاب: 1204
زبان: Gujarati
موضوع: Living as a Christian (Obedience, Leaving old way, begin new way); Sin and Satan (Judgement, Heart, soul of man)
مخاطبان: General
نوع: Bible Stories & Teac
هدف: Evangelism; Teaching
نقل قول کتاب مقدس: Paraphrase
وضعیت: Approved
اسکریپت ها( سندها)، دستورالعمل های اساسی برای ترجمه و ضبط به زبان های دیگر هستند. آنها باید در صورت لزوم تطبیق داده شوند تا برای هر فرهنگ و زبان مختلف قابل درک و مرتبط باشند. برخی از اصطلاحات و مفاهیم مورد استفاده ممکن است نیاز به توضیح بیشتری داشته باشند، یا جایگزین، یا به طور کامل حذف شوند.
متن کتاب
જળપ્રલયના ઘણા વર્ષો બાદ, જગતમાં ઘણા લોકો થઈ ગયા હતા, અને તેઓ એક જ ભાષા બોલતા હતા.ઈશ્વરે પૃથ્વીને ભરપૂર કરવાની જે આજ્ઞા આપી હતી, તેના બદલે તેઓ એકઠા થયા અને શહેર બાંધ્યું.
તેઓ અભિમાની બન્યા, અને ઈશ્વરે જે કહ્યું હતું તેની તેઓએ કાળજી લીધી નહી.તેઓએ આકાશ સુધી પહોંચે એવો ઊંચો બુરજ બાંધવાની શરુઆત કરી.ઈશ્વરે જોયું કે તેઓ દુષ્ટતા કરવા માટે સાથે મળીને કામ કરતા રહેશે તો તેઓ વધુ પાપમય બાબતો કરશે.
માટે ઈશ્વરે તેમની ભાષા બદલી નાખી અને લોકોને જગતમાં વિખેરી નાખ્યા.જે શહેર તેઓએ બાંધવાની શરુઆત કરી હતી તેનું નામ બાબિલ હતું, જેનો અર્થ ગૂંચવણ થાય છે.
ઘણી સદીઓ બાદ ઈશ્વરે ઈબ્રામ નામના વ્યક્તિ સાથે વાત કરી.ઈશ્વરે તેને કહ્યું “ તારો દેશ તથા તારું પરિવાર છોડીને જે જગ્યા હું તને બતાવું ત્યાં તુ જા.“હુ તને આશીર્વાદ આપીશ અને તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ.હું તારું નામ મોટું કરીશ..જેઓ તને આશીર્વાદ આપે તેને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ દે તેઓને હું શાપ આપીશ.તારા લીધે પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. “
માટે ઈબ્રામે ઈશ્વરની આજ્ઞા માની.તેણે તેની પત્ની સારાય, તેના સર્વ ચાકરો અને જે કંઈ તેણે પ્રાપ્ત કર્યું હતું તે સર્વ લઈને ઈશ્વરે જે કનાન દેશ બતાવ્યો હતો ત્યાં તે ગયો.
જ્યારે ઈબ્રામ કનાનમાં આવ્યો ત્યારે ઈશ્વરે કહ્યું, “ તારી આજુબાજુ જો“હું તને તથા તારા વંશજોને આ દેશ જે તું જુએ છે વારસો તરીકે આપીશ.ત્યારે ઈબ્રામ તે દેશમાં સ્થાયી થયો.
એક દિવસ ઈબ્રામ, પરાત્પર ઈશ્વરના યાજક માલ્ખીસદેકને મળ્યો.મલ્ખીસદેકે ઈબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “ આકાશ અને પૃથ્વીના માલિક ધણી ઈબ્રામને આશીર્વાદ આપો.“ત્યારે ઈબ્રામે મલ્ખીસદેકને તેના બધામાંથી દસમો ભાગ આપ્યો.
ઘણા વર્ષો પસાર થયા, પરંતુ ઈબ્રામ અને સારાયને હજુ સુધી પુત્ર નહોતો.ઈશ્વર ઈબ્રામ સાથે બોલ્યા અને ફરીથી વચન આપ્યું કે તને પુત્ર થશે અને આકાશના તારાઓ જેટલાં તેના વંશજો થશે. ઈબ્રામે ઈશ્વરના વચનને માન્યું.ઈશ્વરે એ જાહેર કર્યું કે ઈબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચનને માન્યું હતું.
ત્યારે ઈશ્વરે ઈબ્રામ સાથે કરાર કર્યો.કરાર તો બે પક્ષો વચ્ચેની સહમતી છે. ઈશ્વરે કહ્યું, “હું તને તારા પોતાના શરીરનો જ પુત્ર આપીશ.“હું કનાન દેશ તારા વંશજોને આપીશ.પણ હજુ સુધી ઈબ્રામને પુત્ર નહોતો.