unfoldingWord 13 - ઈઝ્રાયલ સાથે ઈશ્વરનો કરાર
Kontuur: Exodus 19-34
Skripti number: 1213
Keel: Gujarati
Publik: General
Eesmärk: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Olek: Approved
Skriptid on põhijuhised teistesse keeltesse tõlkimisel ja salvestamisel. Neid tuleks vastavalt vajadusele kohandada, et need oleksid arusaadavad ja asjakohased iga erineva kultuuri ja keele jaoks. Mõned kasutatud terminid ja mõisted võivad vajada rohkem selgitusi või isegi asendada või täielikult välja jätta.
Skripti tekst
ઈશ્વરે ઈઝ્રાયલીઓને લાલ સમુદ્રમાંથી પાર કર્યા બાદ તેમને અરણ્યમાં સિનાઈ પહાડ તરફ લઇ ગયા.આ એ જ પહાડ હતો જ્યાં મૂસાએ બળતું ઝાડવું જોયું હતું.લોકોએ પહાડની તળેટીમાં પોતાના તંબુ તાણ્યા.
ઈશ્વરે મૂસા અને ઈઝ્રાયલના લોકોને કહ્યું, “તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારા કરારો પાળશો તો તમે મારું ખાસ ધન, યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ થશો.”
ત્રણ દિવસ બાદ, જ્યારે લોકોએ પોતાને આત્મિક રીતે તૈયાર કર્યા, ઈશ્વર ગર્જના, વિજળી, ધૂમાડા અને રણશીંગડાના ઊચાં અવાજો સહિત સિનાઈ પહાડપર ઊતર્યા.કેવળ મૂસાને પર્વત ઉપર જવાની પરવાનગી હતી.
ત્યારે ઈશ્વરે તેમને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા તમારો ઈશ્વર છું, જે તમને મિસરની ગુલામીમાંથી છોડાવી લાવ્યો.”અન્ય દેવોને ન ભજો.
તમે મૂર્તિઓ બનાવશો નહીં અને તેમની ઉપાસના કરશો નહીં. કારણ કે હું યહોવા આસ્થાવાન ઈશ્વર છું.મારું નામ વ્યર્થ લેશો નહીં.સાબ્બાથ દિવસ પવિત્ર પાળવાનું ભૂલશો નહીં.તમે છ દિવસ તમારા બધા જ કામો કરો, સાતમો દિવસ તમારા માટે આરામનો અને મને યાદ કરવાનો દિવસ છે.
તમારા માતા પિતાને માન આપો.ખૂન કરશો નહીં.વ્યભિચાર કરશો નહીં.ચોરી કરશો નહીં.જૂઠું બોલશો નહીં.તમારા પડોશીની પત્ની, તેનું ઘર અને તેનું જે કંઈ હોય તેની ઈચ્છા રાખશો નહીં.
ત્યારબાદ ઈશ્વરે આ દસ આજ્ઞાઓ પથ્થરની પાટીઓ ઉપર લખી અને તેમને મૂસાને આપી.ઈશ્વરે બીજા ઘણા નિયમો અને વિધિઓ અનુસરવા માટે આપ્યા.જો લોકો આ નિયમોને આધીન રહેશે, તો ઈશ્વરે વચન આપ્યું હતું તેમ તે તેમને આશીર્વાદિત કરશે અને તેમનું રક્ષણ કરશે.જો તેઓ તેની અવજ્ઞા કરશે, તો ઈશ્વર તેમને શિક્ષા કરશે.
ઈશ્વરે ઈઝ્રાયલીઓને જે મંડપ બનાવવા માંગતા હતા તેની સંપૂર્ણ માહિતી આપી.તેને મુલાકાત મંડપ કહેવામાં આવ્યો, તેને બે ઓરડા હતા, જેને એક મોટા પડદા વડે અલગ કરવામાં આવતા હતા.પડદા પાછળના ખંડમાં જવાની અનુમતિ કેવળ મુખ્ય યાજકને હતી, કારણ કે ત્યાં ઈશ્વર રહેતા હતા.
જે કોઈ ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરતું તે મુલાકાત મંડપ આગળ એક પ્રાણીને લાવતા અને તેનું ઈશ્વરને બલિદાન કરતા.યાજક તે પ્રાણીને મારી નાંખતો અને તેને વેદી ઉપર બાળતો.જે પ્રાણીનું બલિદાન આપવામાં આવતું તેનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકી દેતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ બનાવતું.ઈશ્વરે મૂસાના ભાઈ હારુન અને હારુનના વંશજોને તેને યાજકો બનાવવા માટે પસંદ કર્યા.
દરેક લોકોએ ઈશ્વરે જે નિયમો આપ્યા હતા, તેનું એકલાનું જ ભજન કરવું અને તેના ખાસ લોક બનવું તે માટે તેઓ સહમત થયા.પરંતુ તેઓએ ઈશ્વરને આધિન રહેવાનું જે વચન આપ્યું હતું તેના ટૂંકા સમય બાદ તેઓએ ભયાનક પાપ કર્યું.
મૂસા ઘણાં દિવસો સુધી ઈશ્વર સાથે વાતો કરતો સિનાઈ પહાડ પર રહ્યો.લોકો તેના પાછા વળવાની રાહ જોઈને કંટાળી ગયા.માટે તેઓ હારુન પાસે સોનું લઈને આવ્યા અને તેને તેમના માટે મૂર્તિ બનાવવાનું કહ્યું.
હારુને તેઓ માટે સોનાની મૂર્તિ બનાવી અને તેનો ઘાટ વાછરડા જેવો હતો.લોકો જંગલી રીતે મૂર્તિની પૂજા કરવા લાગ્યા અને તેને બલિદાનો ચઢાવા લાગ્યા.ઈશ્વર તેમનાથી ઘણો ક્રોધિત થયો અને તેમનો નાશ કરવાની યોજના બનાવી.
પરંતુ મૂસાએ તેઓ માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને તેઓનો નાશ ન કર્યો.જ્યારે મૂસા પર્વત ઊપરથી નીચે આવ્યો અને તેણે મૂર્તિ જોઈ ત્યારે તે એટલો ક્રોધિત થયો કે તેણે તે શીલાઓ જેની ઊપર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખી હતી તેને પછાડીને તોડી નાંખી.
ત્યારે મૂસાએ તે મૂર્તિઓને ખાંડીને તેનો ભુક્કો બનાવી દીધો અને તે ભુક્કાને તેણે પાણીમાં ભેળવીને લોકોને પીવડાવી દીધો.ઈશ્વરે લોકો ઉપર મરકી મોકલી અને તેઓમાંના ઘણાં મૃત્યુ પામ્યા.
મૂસા બીજી વાર પહાડ પર ચઢી ગયો અને ઈશ્વરને લોકોને માફ કરવા પ્રાર્થના કરી.ઈશ્વરે મૂસાનું સાંભળ્યું અને તેઓને માફ કર્યા.મૂસાએ જે શીલાપાટી તોડી નાંખી હતી તેની જગ્યાએ તેણે બીજી શીલાપાટી ઉપર દસ આજ્ઞાઓ લખી.ત્યારબાદ ઈશ્વર ઈઝ્રાયલીઓને સિનાઈ પહાડથી વચનના દેશ તરફ આગળ લઈ ગયા.