unfoldingWord 49 - ઈશ્વરનો નવો કરાર
Kontur: Genesis 3; Matthew 13-14; Mark 10:17-31; Luke 2; 10:25-37; 15; John 3:16; Romans 3:21-26, 5:1-11; 2 Corinthians 5:17-21; Colossians 1:13-14; 1 John 1:5-10
Skript nömrəsi: 1249
Dil: Gujarati
Tamaşaçılar: General
Məqsəd: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Vəziyyət: Approved
Skriptlər digər dillərə tərcümə və qeyd üçün əsas təlimatlardır. Onlar hər bir fərqli mədəniyyət və dil üçün başa düşülən və uyğun olması üçün lazım olduqda uyğunlaşdırılmalıdır. İstifadə olunan bəzi terminlər və anlayışlar daha çox izahat tələb edə bilər və ya hətta dəyişdirilə və ya tamamilə buraxıla bilər.
Skript Mətni
એક દૂતે મરિયમ નામની કુવારીને કહ્યું કે તું ઈશ્વરના પુત્રને જન્મ આપશે. તેથી તે જે હજુ કુંવારી હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેણીએ તેમનું નામ ઈસુ રાખ્યું. એ માટે, ઈસુ માણસ અને ઈશ્વર બન્ને છે.
ઈસુએ બહુ બધા ચમત્કારો કર્યા. તે સાબિત થાય છે કે તે ઈશ્વર છે.તે પાણી પર ચાલ્યો, તોફાનને શાંત કર્યો, ઘણા બિમારોને સાજા કર્યા, દુષ્ટ આત્માઓને કાઢ્યા, મરેલાને જીવીત કર્યા, અને પાંચ રોટલી અને બે નાની માછલીઓને ૫,૦૦૦ લોકો માટે પૂરું થાય તેવા ભોજનમાં બદલી નાખ્યું.
ઈસુ એક મહાન શિક્ષક પણ હતા. અને તે અધિકાર સાથે બોલતા હતા, કેમકે તે ઈશ્વરના પુત્ર હતા.તેણે શિખવ્યું કે તમે બીજા લોકોને એવી રીતે પ્રેમ કરો જેવો તમે પ્રેમ પોતા પર કરો છો.
તેમણે આપણને શીખવ્યું કે તમારે દરેક વસ્તુ અને સંપતિ કરતા વધારે પ્રેમ ઈશ્વર પર રાખવો જોઈએ.
ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય આ સંસારની બધી વસ્તુઓથી પણ વધારે મૂલ્યવાન છે. ઈશ્વરના રાજ્યમાં હોવું તે કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે, તમારે તમારા પાપથી ઉદ્ધાર મેળવવો જરૂરી છે.
ઈસુએ કહ્યું કે કેટલાંક લોકો તેમને ગ્રહણ કરશે અને ઉદ્ધાર પામશે, પરંતુ કેટલાક લોકો એવું કરશે નહિ. તેમણે કહ્યું કે કેટલાંક લોકો સારી માટી જેવા હોય છે.તેઓ ઈસુની સુવાર્તા ગ્રહણ કરી અને ઉદ્ધાર પામ્યો. અને બીજા લોકો માર્ગની કઠણ માટી જેવા છે, જ્યાં ઈશ્વરના વચનનાં બી પ્રવેશ કરતા નથી, અને કોઇ ફસલ ઉત્પન્ન કરી શકતા નથી. એવા લોકો ઈસુના સંદેશનો તિરસ્કાર કરે છે અને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નથી કરતા.
ઈસુએ શિખવ્યું કે ઈશ્વર પાપીઓને બહુ પ્રેમ કરે છે. તે તેઓને માફ કરવા ઇચ્છે છે અને પોતાનાં સંતાન બનાવવા ઇચ્છે છે.
ઈસુએ અમને એ પણ કહ્યું કે ઈશ્વર પાપને ધિક્કારે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેની અસર તેમના બધા સંતાનોને થઇ છે.તેનું પરિણામ આ હતું કે, જગતનું દરેક મનુષ્ય પાપ કરે છે અને ઈશ્વરથી દૂર છે. એ માટે, દરેક વ્યક્તિ ઈશ્વરનો શત્રુ બન્યો છે.
પરંતુ ઈશ્વરે જગતમાં દરેક મનુષ્ય પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્રને આપી દીધા, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તેને પાપનો દંડ નહિ મળે, પણ તે ઈશ્વર સાથે સદાકાળ રહેશે.
પોતાના પાપને કારણે, તમે અપરાધી છો અને મૃત્યુને યોગ્ય છો.ઈશ્વર તમારી ઉપર ગુસ્સે થવા જોઈએ પરંતુ તેમણે પોતાનો ગુસ્સો તમારા બદલે ઈસુ પર કાઢ્યો. જ્યારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે આપણી સજા ભોગવી.
ઈસુએ કદી કોઈ પાપ કર્યું નથી, પરંતુ તેમણે સજા ભોગવી અને મરણ પસંદ કર્યુ. તેમણે સંપૂર્ણ બલિદાનના રૂપમાં આપણા તથા જગતના દરેક માટે પોતાની જાતને અર્પણ કરી.કેમકે ઈસુએ પોતાનું બલિદાન આપ્યુ તેથી ઈશ્વર કોઈ પણ પાપને ક્ષમા કરી શકે છે. એટલે સુધી કે ભયાનક પાપોને પણ.
સારા કાર્યો તમને બચાવી ન શકે.કોઈ એવું કાર્ય નથી જે તમે ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવા સારુ કરી શકે. ફક્ત ઈસુ જ તમારા પાપોને ક્ષમા કરી શકશે. તમારે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે, જે તમારી જગ્યાએ વધ સ્તંભ પર બલિદાન થયા અને તે પછી ઈશ્વરે તેમને પાછા મૂએલામાંથી જીવીત કર્યા.
જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરશે અને પ્રભુ તરીકે તેમને સ્વીકારશે તેને ઈશ્વર ઉદ્ધાર કરશે. પરંતુ જે કોઈ વિશ્વાસ નથી કરતું એવા કોઈ વ્યક્તિને તે બચાવશે નહિ.આ વાત મહત્વની નથી કે તમે અમીર કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, ઘરડાં કે જુવાન, કે પછી ક્યાના રહેવાસી છો. ઈશ્વર તમને પ્રેમ કરે છે, અને ઇચ્છે છે કેતમે ઈસુ પર વિશ્વાસ કરો જેથી તે તમારી સાથે એક નિકટનો સંબંધ રાખી શકે.
ઈસુ તમને તેમના પર વિશ્વાસ કરવા અને બાપ્તિસ્મા લેવા માટે આમંત્રિત કરે છે. શું તમે આ વિશ્વાસ કરો છો કે ઈસુ જ મસિહ છે અને ઈશ્વરનો એકના એક પુત્ર છે.શું તમે વિશ્વાસ કરો છો કે તમે પાપી છો અને ઈશ્વરની સજાને પાત્ર છો. શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુ તમારા પાપો લઈ લેવા માટે વધસ્તંભ પર મરણ પામ્યા?
એટલે તમે ઈસુ પર અને તેમણે જે કંઈ આપણા માટે કર્યું તેના પર વિશ્વાસ કરો છો તો તમે એક ખ્રિસ્તી છો!ઈશ્વરે તમને શેતાનના રાજ્યના અંધકારથી બહાર કાઢ્યા, અને તમને ઈશ્વરે અજવાળાના રાજ્યમાં રાખ્યા છે. ઈશ્વરે તમારા જુનાં કામ કરવાની પાપની રીતને લઈ અને તમને કામ કરવા નવા ન્યાયી માર્ગો આપ્યાં છે.
જો તમે એક ખ્રિસ્તી છો તો જે કંઈ ઈસુએ કર્યું તેને કારણે ઈશ્વરે તમારા પાપ માફ કરી દીધા છે. હવે ઈશ્વર તમને શત્રુ નહિ પણ ગાઢ મિત્ર માને છે.
જો તમે ઈશ્વરના મિત્ર છો અને પ્રભુ ઈસુના સેવક છો તો ઈસુ જે શિખવશે તમારે તેનું પાલન કરવું પડશે. જો તમે ખ્રિસ્તી હોય, તો પણ પાપના પરીક્ષણમાં આવશો.પરંતુ ઈશ્વર વિશ્વાસ યોગ્ય છે અને તે કહે છે કે જો તમે તમારા પાપને માની લો તો તે તમને માફ કરશે. તે પાપના વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ તમને સામર્થ્ય આપશે.
ઈશ્વર કહે છે કે તમે અન્ય ખ્રિસ્તીઓ સાથે મળીને પ્રાર્થના કરો, તેનું વચન વાંચો, અને તેની આરાધના કરો અને જે આપણા માટે તેમણે કર્યું છે તે બીજાને સાક્ષી આપો.આ બધી વાતો ઈશ્વરની સાથે એક ગાઢ સંબંધ રાખવા તમારી મદદ કરે છે.