unfoldingWord 02 - જગતમાં પાપનો પ્રવેશ.......
ዝርዝር: Genesis 3
የስክሪፕት ቁጥር: 1202
ቋንቋ: Gujarati
ጭብጥ: Sin and Satan (Sin, disobedience, Punishment for guilt)
ታዳሚዎች: General
ዓላማ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
ሁኔታ: Approved
ስክሪፕቶች ወደ ሌሎች ቋንቋዎች ለመተርጎም እና ለመቅዳት መሰረታዊ መመሪያዎች ናቸው። ለእያንዳንዱ የተለየ ባህል እና ቋንቋ እንዲረዱ እና እንዲስማሙ ለማድረግ እንደ አስፈላጊነቱ ማስተካከል አለባቸው። አንዳንድ ጥቅም ላይ የዋሉ ቃላቶች እና ጽንሰ-ሐሳቦች የበለጠ ማብራሪያ ሊፈልጉ ወይም ሊተኩ ወይም ሙሉ ለሙሉ ሊተዉ ይችላሉ.
የስክሪፕት ጽሑፍ
ઈશ્વરે તેમના માટે બનાવેલી સુંદર વાડીમાં આદમ અને તેની પત્ની આનંદથી રહેતા હતા.તેમાંથી કોઈએ પણ કપડાં પહેર્યા ન હતા, અને આથી તેઓને શરમ પણ આવતી નહોતી. કારણ કે જગતમાં પાપ નહોતું.તેઓ વારંવાર ઈશ્વર સાથે વાડીમાં ચાલતા અને વાતો કરતા.
પરંતુ વાડીમાં એક કપટી સર્પ હતો.તેણે સ્ત્રીને પૂછ્યું કે શું ઈશ્વરે ખરેખર તમને એવું કીધું છે, કે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું.
સ્ત્રીએ જવાબ આપ્યો, “ ઈશ્વરે અમને કહ્યું છે, કે અમે દરેક વૃક્ષનું ફળ ખાઈ શકીએ છીએ સિવાય કે ભલુભૂંડુ જાણવાના વૃક્ષનું ફળ“ઈશ્વરે અમને કહ્યું છે “ જો તમે આ ફળ ખાશો અથવા અડકશો તો તમે મરશો.“
સર્પે સ્ત્રીને જવાબ આપ્યો “ આ સાચું નથી. તમે નહી મરશો “ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ ઘડીએ તમે ઈશ્વરના જેવા ભલુભૂંડુ જાણનારા થઈ જશો.
સ્ત્રીએ જોયું ફળ ખાવાને માટે સારુ, અને જોવામાં સુંદર છે.તે પણ જ્ઞાની બનવા માગતી હતી, માટે તેણે એક ફળ તોડ્યું અને ખાધું.ત્યારબાદ તેણે તેનો પતિને જે તેની સંગાથે હતો તેને પણ ખાવા માટે આપ્યું અને તેણે પણ તે ખાધું.
તરત જ તેમની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જોયું કે તેઓ નાગા છે.તેઓએ પાંદડાઓને એકબીજા સાથે સીવીને કપડા બનાવવાનો અને પોતાના શરીરો ઢાંકવાનો પ્રયત્ન કર્યો.
ત્યારે માણસ અને તેની પત્નીએ વાડીમાં ચાલતા ઈશ્વરનો અવાજ સાંભળ્યો.તેઓ બંને ઈશ્વરથી સંતાયા.અને ઈશ્વરે માણસને કહ્યું, “ તું ક્યાં છે? “આદમે કહ્યું. “ મેં વાડીમાં તારા ચાલવાનો અવાજ સાંભળ્યો, અને માટે હું બીધો, કારણ કે હું નાગો હતો.“માટે હું સંતાઈ ગયો.
ત્યારે ઈશ્વરે પૂછ્યું “ તને કોણે કહ્યું કે તું નાગો છે?જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે તેં ખાધું છે શું ? “માણસે કહ્યું મારી સાથે રહેવા સારુ જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને ફળ આપ્યું.ત્યારે ઈશ્વરે સ્ત્રીને પૂછ્યું, આ તેં શું કર્યું છે ?ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો “ સર્પે મને છેતરી“
ઈશ્વરે સર્પને કહ્યું, તું શાપિત છે.તું પેટે ચાલશે ને ધૂળ ખાશે.તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ.સ્ત્રીનો વંશજ તારું માથું છૂંદશે અને તું તેની એડી છુંદશે.
ત્યારબાદ ઈશ્વરે સ્ત્રીને કહ્યું, કે તું દુઃખે બાળક જણશે.અને તું તારા ધણીને આધીન થશે, ને તે તારા પણ ધણીપણું કરશે.
ઈશ્વરે માણસને કહ્યું તેં તારી પત્નીની વાત માની અને મારી આજ્ઞાનો ભંગ કર્યો.હવે ભૂમિ શાપિત થઈ છે અને તારે ભોજન ઉત્પન કરવા સખત મહેનત કરવી પડશે.તું મરશે અને તારુ શરીર પાછું ધૂળમાં મળી જશે. તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે “ સજીવ“ પાડ્યું કેમ કે તે સર્વ સજીવોની મા હતી.અને ઈશ્વરે આદમ અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યાં.
ત્યારે ઈશ્વરે કહ્યું, “ જુઓ માણસ આપણામાંના એક સરખો ભલુભૂંડુ જાણનાર થયો છે. તેઓને જીવનના વૃક્ષનું ફળ ખાવા દેવા જોઈએ નહિ, રખેને તેઓ સદા જીવતા રહે.“માટે ઈશ્વરે આદમ અને હવાને સુંદર વાડીમાંથી બહાર કાઢી મૂક્યા.અને ઈશ્વરે વૃક્ષની વાડને સાચવવા સારુ પ્રવેશ દ્વાર ઉપર પરાક્રમી દૂતોને મૂક્યા રખેને તેઓ જીવનના વૃક્ષના ફળમાંથી ખાય.